________________
આપ ઊતાવળ ન કરો. અમારી રાહ જુઓ.
આ વાતથી અક્ષયરાજ દ્વિધામાં પડી ગયા. એક બાજુ પોતાની પ્રતિજ્ઞા અને બીજી બાજુ ઘરવાળાઓની થોભી જવાની માંગણી ! શું કરવું ?
મહાત્માની સલાહ ઃ
ત્યાં બિરાજમાન પૂ. સુખસાગરજી મ. પાસે જઈને સલાહ માંગી. તેમણે જણાવ્યું કે ભાઈ ! તારી ભાવના શ્રેષ્ઠ છે, પણ આમ ઊતાવળ ન કરાય. માત્ર પોતાના આત્માનું હિત કરી લેવું યોગ્ય નથી. કુટુંબના જીવોનું હિત થતું હોય તો ધેર્ય રાખવામાં ઘણો લાભ છે. બીજું, દીક્ષા લેતાં પહેલાં ગુરૂનો પરિચય કરવો પડે. સાધુ-ક્રિયા વગેરેનો અભ્યાસ કરવો પડે અને વિહાર આદિની તાલીમ લેવી પડે. આ માટે ૨-૩ વર્ષ તારે ગાળવા જોઈએ. એથી તને પણ લાભ થશે અને તારા બાળકો વગેરેને પણ તું યોગ્ય રીતે કેળવણી આપતો રહે. તેમને સંયમની રુચિ જાગી જાય અને તે જો તૈયાર થઈ જાય તો તારી જે પ્રતિજ્ઞા છે તેમાં ભંગાણ નહિ પડે પણ વધુ લાભ થશે અને આમ વિધિપૂર્વક બધું કરવાથી જ સંયમની સાધનામાં સફળતા મેળવી શકાશે.
મહાત્માની આ સલાહ અક્ષયરાજને સમુચિત લાગી. તે અનુસાર ધીરે... ધીરે... વ્યાપાર વગેરે તેઓ સંકેલવા લાગ્યા અને પૂ. સુખસાગરજી મ. પાસે નવતત્ત્વ પ્રકરણ વગેરેનો અભ્યાસ શરૂ કર્યો. ઘરમાં પણ બાળકોને ધાર્મિક સૂત્રો શીખવવા લાગ્યા. સામાયિકમાં સાથે બેસાડી તેમને ધર્મની વાતો/મહાપુરૂષોની જીવનઘટનાઓ વગેરે સરળ ભાષામાં સમજાવતા રહ્યા. | સદગુરુની શોધમાં :
હવે લાખ રૂપિયાનો સવાલ એ થયો કે દીક્ષા તો લેવી, પણ કોની પાસે ? ગુરુ કોને કરવા ? જેના ચરણોમાં જીવનનું સંપૂર્ણ સમર્પણ કરી દેવાનું છે એવા સંસાર-તારક ગુરુદેવને શોધવા એ મહત્ત્વનું અને કપરું કાર્ય છે.
વહાણ ચલાવનાર કમાન સાવધાન જોઈએ. પ્લેન
૩૮૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*
કહે.