SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ રેડીમેડ કાપડની દુકાન શરૂ કરી. તેમાં ધીરે-ધીરે ફાવટ આવી ગઈ અને સારી સફળતા મળતી ગઈ. અક્ષયરાજને ધનમાટે ખાસ ચિંતા ક્યારેય કરવી પડી નથી. તેને પ્રભુ પર પાકો ભરોસો હતો. એમની કૃપાથી બધું જ બરાબર થઈ રહ્યું છે અને થશે જ. આ તેનો વિશ્વાસ મુશ્કેલીના સમયમાં પણ ડગતો નહિ. અક્ષયનો નિત્યક્રમ : વહેલી સવારે ઊઠી અક્ષયરાજ સામાયિક અને પ્રતિક્રમણ કરતા. પ્રભુ-દર્શન અને નવકારશી કરી પૂજા કરવા જતા. રા. કલાક આનંદથી પૂજા કરી ૧૦ વાગે દુકાને જતા. તે પહેલા પિતાજી ૮ વાગે દુકાન ખોલીને બેસતા. સાધુઓના સમાગમે અક્ષય : એક વખત રાજનાંદગાંવમાં પૂજય આચાર્યશ્રી વલ્લભસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી રૂપ વિ.મ.નું ચોમાસું થયું. તેમના સમાગમ અને વ્યાખ્યાન-શ્રવણથી અક્ષયરાજની વિરાગ-ભાવનાને વેગ મળ્યો. પૂ. રૂપ વિ.મ. પાસે “જૈન-પ્રવચન' સાપ્તાહિક આવતું, જેમાં પૂજયપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રવચનો પ્રગટ થતા હતા. તે જૈન-પ્રવચનનું વાંચન અક્ષયને ખૂબ જ ગમી ગયું. તેનું પ્રતિદિન વાંચન કરવાથી અક્ષયરાજનો સંસાર પ્રત્યેનો અભિગમ સંપૂર્ણ બદલાઈ ગયો. એને સંસાર સળગતો ઘર, બિહામણો સાગર અને ભયંકર જંગલ જેવો લાગવા માંડ્યો. સંસારમાં સતત ભભૂકતી વિષય-કષાયોની જ્વાળાઓ તેને સાક્ષાત્ દેખાવા લાગી. સંસાર ભૂંડો લાગ્યો. છોડવા જેવો લાગ્યો અને મોક્ષ મેળવવા જેવો લાગ્યો અને તે માટે મુનિ બનવા સિવાય બીજો કોઈ માર્ગ નથી એમ લાગવા માંડ્યું. નાનપણમાં સાધુ બનવાની ભાવના કેળવેલી તે જાગૃત થવા માંડી. વૈરાગ્ય દઢ થવા લાગ્યો. - ત્યાર પછી ખરતર ગચ્છીય મુનિવરશ્રી સુખસાગરજી મહારાજનું ત્યાં ચોમાસું થતાં તેમનો પરિચય થયો. તેમણે વિરાગી અક્ષયરાજને શ્રીમદ્ દેવચન્દ્રજીનું સાહિત્ય વાંચવા અને ૩૮૦ * * * * * * * * * * * * ક
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy