SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ બુદ્ધિશાળી પણ હતો. તેનું જ્ઞાન વિનયથી શોભી ઊઠ્યું. જાણે સોનામાં સુગંધ પ્રગટી ! શંખમાં દૂધ પૂરાયું ! નમ્રતાયુક્ત અક્ષયની બુદ્ધિ જોઈને શિક્ષક એકદમ પ્રસન્ન બની ગયા અને અક્ષયને ત્રીજા ધોરણમાંથી પાંચમા ધોરણમાં ચડાવી દીધો. જીવનમાં સડસડાટ આગળ કોણ વધી શકે છે ? બુદ્ધિશાળી આગળ વધી જાય છે એમ માનો છો ? ખોટી વાત. નમ્રતાવિહોણો બુદ્ધિશાળી માણસ આગળ વધતો દેખાય એ ભ્રમણા છે, તેમ બુદ્ધિવિહોણો નમ્ર માણસ પાછળ પડતો દેખાય એ પણ ભ્રમણા છે. બાહ્ય દૃષ્ટિએ ભલે પાછળ દેખાય પણ તે થોડી પણ જે પ્રગતિ કરે છે તે નક્કર હોય છે, પતનની શંકા વગરની હોય છે. નમ્રતાયુક્ત બુદ્ધિશાળી જે પ્રગતિ કરે છે એતો અજબગજબની હોય છે. બીજા માણસો જોતા જ રહે છે અને એ સડસડાટ વિકાસના પગથી ચડતો જ જાય છે. જેના પર શિક્ષક (ગુરૂ)ની કૃપા ઊતરી તે જીવનમાં કદી હારતો નથી, તે કદી પતન પામતો નથી. માસ્તરે અક્ષયને ત્રીજા ધોરણમાંથી સીધો પાંચમા ધોરણમાં ચડાવી દીધો એ ખૂબ જ સંકેતભરી ઘટના છે. એ ઘટના જાણે અક્ષયને કહી રહી હતી : “ઓ અક્ષય ! ભાવિ જીવનમાં તારે આવી જ રીતે સડસડાટ આગળ વધવાનું છે. ભાવિના ગુરુઓ તને આવી જ રીતે ઉન્નત આસને બેસાડતા રહેશે. શિક્ષકના પોતાના પર ચાર હાથ હોવા છતાં અક્ષય કદી સહપાઠી વિદ્યાર્થીઓ સાથે તોછડાઈભર્યો વર્તાવ કરતો નહિ. હું ઊંચો છું. માસ્તરે મને ત્રીજામાંથી સીધો જ પાંચમા ધોરણે ચડાવી દીધો. હવે મને કહેનાર કોણ ? માસ્તર તો મારા હાથમાં જ છે.' આમ વિચારી સામાન્ય વિદ્યાર્થી છકી જાય, ઉચ્છંખલ બની જાય, શિક્ષકને હાથમાં રાખી બીજા પર ત્રાસ મચાવવા લાગી જાય, પણ અક્ષય આવો ન્હોતો. તે તો વધુને વધુ નમ્ર બનતો જતો હતો. બરાબર પેલા આમ્ર-વૃક્ષની જેમ, કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૩૦૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy