SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. પ્રતિષ્ઠા, અંજનશલાકા વગેરેમાં ક્યારેય શિલાલેખ માટે પૂજ્યશ્રીએ ઈચ્છા રાખી હોય તેવું જાણ્યું નથી. મદ્રાસમાં અપાતી “ફલોદી-રત્ન' પદવી પણ પૂજ્યશ્રીએ પાછી ઠેલેલી. નામ અને રૂપથી સ્વયં પર હોવા છતાં એમના નામ અને રૂપનો કેટલો પ્રભાવ છે ! ઊટીથી મૈસુર હું આવી રહ્યો હતો. રસ્તામાં ત્રણ જંગલી હાથીઓ બેઠેલા. બંડીપુરનું એ જંગલ હતું. રસ્તામાં પૂજ્યશ્રીના ફોટાના દર્શન માત્રથી આ વિપ્ન ટળી ગયું. હાથીઓ રવાના થઈ ગયા. રામના નામે પત્થરા તરે... પત્થર જેવા અમે કલાપૂર્ણ'ના નામથી તરી રહ્યા છીએ. મહાદેવના કારણે પોઠીયા પૂજાય તેમ અમે પૂજાઈએ છીએ. એમના નામની પુસ્તકો ખૂબ-ખૂબ વેંચાય છે. પછી એ પુસ્તક દક્ષિણની સફરે હોય કે “કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક હોય... “કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તકની તો બબ્બે આવૃત્તિઓ ખલાસ થઈ ગઈ, છતાં હજુ માંગ ચાલુ છે... તેમાં પૂજયશ્રીનો જ પ્રભાવ છે. પૂજયશ્રીએ ક્યારેય કોઈ અપેક્ષા રાખી નથી. કોઈ ભક્તો પાસે પણ ધર્મ સિવાય બીજી કોઈ વાત કરતા નથી. એમની અપ્રમત્તતા, ઉપયોગપૂર્વકની ઈરિયાવહિયં વગેરે ક્રિયાઓ, રજોહરણથી પૂજવું, નિરુત્સુકતા (કોઈ પ્રોગ્રામમાં જોવા જઈએ એવી ઉત્સુકતા નહિ) વગેરે અનેક ઊડીને આંખે વળગે તેવા ગુણો છે. આ સાથે માતા-પિતાના ઉપકારો પણ શી રીતે ભૂલાય? સંસારી પિતાશ્રીએ ભણવા મદ્રાસ મોકલ્યા. બીજા વર્ષે સંસારી બેનને ત્યાં રહેવાનું થતાં પાઠશાળાના પ્રભાવે ધર્મ-સંસ્કારો મળ્યા. ત્યાંથી ભાગ્યે દેશમાં ભદ્રેશ્વરમાં આવેલો. ત્યાં પૂજ્યશ્રીના સંસારી સસરા પૂજ્ય કમલવિજય મહારાજ સાહેબ મળ્યા. તંદુલ મત્સ્યની એમણે વાત કરેલી. કમલવિજયજી મહારાજે મારો હાથ પકડ્યો. છસરા તેમની સાથે આવ્યો. બે પ્રતિક્રમણનો અભ્યાસ કરાવ્યો. ૩૬૪ * * * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy