SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા હોય તો ઉપાધ્યાયજી મ. જેવા આમ ગાય નહિ. તપ-જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે.' સાધનાના માર્ગે સાધકને આવા અનુભવ થાય જ છે. એ અનુભવનું અહીં વર્ણન છે. એ માટે જ યોગશાસ્ત્રના ૪થા પ્રકાશમાં વિષય-કષાય અને ઈન્દ્રિયોના જય પછી મનોજય કરવાનું કહ્યું છે. આપણી પરંપરા પણ આ જ છે. માટે જ વૈરાગ્યશતક, ઈન્દ્રિય - પરાજયશતક વગેરે ભણાવવામાં આવે છે. વૈરાગ્યશતક, ઈન્દ્રિય પરાજયશતક વગેરે મૂકીને માત્ર વ્યાકરણ આદિમાં પડ્યા તો ખતરો ઉત્પન્ન થઈ શકે છે. - જ્ઞાનસાર, યોગસાર, અધ્યાત્મસાર, આગમસાર (પૂ. દેવચન્દ્રજીનું) વગેરે ગ્રન્થો સારભૂત છે. બીજું કાંઈ ન કરી શકો તો આ ગ્રન્થો જરૂર ભણજો. આ ગ્રન્થોથી ટૂંકમાં આપણને સારભૂત પદાર્થો મળી રહે છે. આગમસાર પૂ. દેવચન્દ્રજીની કૃતિ છે. મેં ગૃહસ્થપણામાં જ કર્યો છે. નયચક્રસાર પણ એમનો ગ્રન્થ છે, પણ કઠિન છે, એટલે નથી કહેતો. અત્યારે આપણો ધ્યેય જ બદલાઈ ગયો છે. આપણી રુચિ જ બદલાઈ ગઈ છે. અધ્યાત્મ તરફ રુચિ હોય તો આ બધા ગ્રન્થો ભણવાનું મન થાય ને ? રુચિ હોય ત્યાં શક્તિ વપરાય જ છે. આપણી શક્તિઓ હંમેશા આપણી ઈચ્છાને જ અનુસરે છે. આત્મા તરફ વળવાની તીવ્ર ઈચ્છા તે જ સમ્યગૂ દર્શન છે. - અરૂપી પવન કાર્યથી જણાય છે. અરૂપી આત્મા ગુણથી જણાય છે. જ્ઞાનાદિ ગુણો આત્મા સિવાય બીજે ક્યાંય જોયા ? આપણા જ્ઞાનાદિ ગુણો પ્રભુ સાથે તન્મય બનાવવા છે. શિક્ષકનું જ્ઞાન વિદ્યાર્થીમાં આવી શકતું હોય તો ભગવાનના ગુણો આપણામાં સંક્રાન્ત કેમ ન થાય ? જ દીવો સ્વયં તો પ્રગટે છે, પણ બીજાને પ્રગટાવવાની એ શક્તિ ધરાવે છે. દીવો બીજાને પ્રગટાવે તો એ જરાય કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૨૯૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy