SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કારણકે બોલતી વખતે આડું-અવળું બોલાઈ જાય તો હજુ ચાલે, પણ લખવામાં ગરબડ થઈ જાય તે બિલકુલ ન ચાલે. પૂજ્યશ્રી પાસે વસ્તૃત્વ અને લેખન બન્ને ક્ષેત્રે માસ્ટરી હતી. અનુશાસન ગુણ પણ પૂજ્યશ્રીમાં જોરદાર હતો. મદ્રાસચાતુર્માસમાં શિબિરોમાં છોકરાઓનું અનુશાસન દ્વારા કઈ રીતે નિયંત્રણ કરતા તે મેં ગૃહસ્થપણામાં નજરે જોયું છે. એક આંખમાં ભીમ-ગુણ તો બીજી આંખમાં કાન્ત-ગુણ પણ હતો. હું પર-સમુદાયમાં દીક્ષા લેવાનો છું, એવું જાણવા છતાં પૂ. ભૂવનભાનુસૂરિજી, પૂ. જયઘોષસૂરિજી, પૂ. જયસુંદરવિજયજી આદિએ મને હુબલી-ચાતુર્માસમાં પ્રેમથી અધ્યયન કરાવ્યું છે. આવા ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા સમુદાયમાં પૂજ્યશ્રી સંકુચિત દૃષ્ટિકોણવાળા શી રીતે હોઈ શકે ? એમના ઉદા૨ દૃષ્ટિકોણનો અનેક વખત અનેકોને અનુભવ થયો છે. પૂ.પં.શ્રી વજસેનવિજયજી : વિ.સં. ૨૦૦૬માં હું જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે અહીં પાલિતાણા ગામમાં બીજા મુમુક્ષુઓ સાથે ભણવા આવેલો. ત્યારે પૂજ્યશ્રી પણ ગૃહસ્થપણામાં હતા. દીક્ષા પછી જો કે, ખાસ મળવાનું થયું નથી, પણ સાહિત્ય દ્વારા તેમનો પરિચય થતો જ રહેતો. એમણે લખ્યું તે પ્રમાણે જીવ્યું પણ છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી સમાધિ જાળવી રાખી છે. આપણો ધર્મ મોટા ભાગે સુપ્રભાવિત હોય છે. સુખશાન્તિ હોય ત્યાં સુધી ધર્મ રહે છે. દુઃખ આવતાં જ ધર્મનું બાષ્પીભવન થઈ જાય છે. નિમિત્ત ન મળે ત્યાં સુધી શાન્ત રહીએ છીએ. નિમિત્ત મળતાં જ શાન્તિનું બાષ્પીભવન થઈ જાય છે, અંદરનો ક્રોધ જવાળામુખી બનીને ફાટી નીકળે છે. પૂજ્યશ્રીમાં આવું ન હતું, છેલ્લી માંદગીમાં પણ પૂજ્યશ્રીએ અદ્ભુત સમાધિ રાખી છે ને પોતાનું સર્જન-કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે. જાણ્યું તે પ્રમાણે જીવ્યું તે આનું નામ ! કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * * ૨૮૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy