SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ભગવાન સમવસરણાદિની ભવ્ય સમૃદ્ધિનો અનુભવ કરે છે. (૪) દેવો પણ ભગવાનના પ્રભાવથી જ આવું કરી શકે, પોતાના માટે ન કરી શકે. તેથી આવા પુણ્યના માલિક ભગવાન જ છે. ભગવાનના નામથી, ભગવાનના વેષથી પણ જૈન સાધુને કેટલું માન-સન્માન મળે છે ? જૈન સાધુ તરીકે અમે અર્ધા ભારતમાં ઘૂમી આવ્યા. દરેક સ્થળે માન-સન્માન મળ્યા, તે ભગવાનનો જ પ્રભાવને ? ભગવાનનો વેષ પણ આટલો પ્રભાવશાળી હોય તો સાક્ષાત્ ભગવાન કેવા હોય ? - આજે જ્ઞાનપંચમી (લાભપંચમી) છે. વેપારીઓ બોણી ઈચ્છે, તેમ હું તમારી પાસેથી ગુરુ દક્ષિણારૂપે કાંઈક ઈચ્છું છું. જ્ઞાન આપણો પ્રધાન ગુણ છે. આજે સવારથી લઈને અત્યાર સુધી જ્ઞાનની જ આરાધના કરી. વિજયલક્ષ્મીસૂરિકૃત દેવવંદન કરીને હમણા જ આવ્યા. આખું નંદી સૂત્ર કર્તાએ દેવવંદનમાં ઊતારી દીધું, એમ અભ્યાસીને જણાયા વિના નહિ રહે. છેલ્લે કેવળજ્ઞાનમાં લખ્યું : ચાર જ્ઞાન મેળવ્યા પછી ભગવાન કેવળજ્ઞાન માટે કેટલો પ્રયત્ન કરે ? આપણે તો પ્રકરણ-ભાષ્ય કરીને સંતોષી બની ગયા. મહેનત જ કોણ કરે ? આપણે તો ચોપડી અભરાઈએ મૂકીને માળા લઈને બેસી ગયા. માળા લઈએ તો તો હજુએ સારું, વાતો કરવા જ મંડી પડ્યા ! મોહરાજાના કહ્યા પ્રમાણે જ કરીશું તો ક્યારે ઠેકાણું પડવાનું ? લક્ષ્મીસૂરિજી લખે છે : “અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય ? તે તો મધ્યમા - વૈખરી રે, વચન ઉલ્લેખ ઠરાય.' ભગવાન સ્વયં અનામી છે પણ આપણા માટે નામ ધારણ કર્યું છે. ભગવાન ઘનનામી છે. ૨૪૪ * * * * * * * * * * * * કહે.
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy