SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વિના નથી થતી. આથી જ રોજ દર્શન કરનારા આપણે સમ્યગદર્શન પામ્યા છીએ કે નહિ ? તે મોટો સવાલ છે. - સમ્યગ્દર્શનની નિશાની શી ? સતત આપણે દેહભાવમાં રહીએ છીએ કે આત્મ-ભાવમાં ? આ પ્રશ્નના જવાબથી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિનો ખ્યાલ આવશે. ભગવાનનું દર્શન થયા પછી કાંઈ જોવું ગમે નહિ. એ સમ્યગદર્શનની નિશાની છે. ક્ષીરસમુદ્રનું પાણી પીધા પછી ખારું પાણી કોણ પીએ ? ગુલાબજાંબુ ખાધા પછી તુચ્છ ભોજન કોણ ખાય ? પરબ્રહ્મમાં મગ્ન થયેલાને સાંસારિક વિષયોમાં રુચિ શી રીતે થાય ? ભગવાનના ઉપકારો સાંભળવામાં રસ પડતો હોય તો પણ પુણ્યોદય સમજવો. આપણને વૈરાગ્ય (ભલે એ જ્ઞાનગર્ભિત હોય કે દુ:ખગર્ભિત) થયો તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ છે, એ ભૂલશો નહિ. બધી જગ્યાએ થતી લાઈટનું મૂળ પાવરહાઉસ છે, તેમ સર્વત્ર દેખાતા શુભનું મૂળ ભગવાન છે. વચ્ચે કનેક્ષન ન હોય તો લાઈટ ન મળે. ભગવાન સાથે કનેક્ષન ન હોય તો ભગવત્તાની અનુભૂતિ ન થાય. અવિચ્છિન્ન ગુરુ-પરંપરાએ આપણને ઠેઠ ભગવાન સુધી જોડ્યા છે. અવિચ્છિન્ન ગુરુપરંપરા જ ભગવાન સાથે આપણું જોડાણ કરે છે. જ્યાં ભગવાનને નમસ્કાર થયો તે જ ક્ષણે ભગવાન સાથે અનુસંધાન થાય છે. ખૂટતા તમામ ગુણો ભગવાન પાસેથી જ મળશે, એવો ભાવ થાય તો ભગવાન સાથે અનુસંધાન થયા વિના ન રહે. આ સૂત્રો (આગમો) ભગવાન સાથે જોડનારા તંતુઓ છે. સૂત્રો એટલે જ દોરી ! નાનપણમાં દોરીથી માચીસના બોક્ષ બાંધી અમે રમત રમતા, તે યાદ આવી જાય છે. સૂત્ર તો ભગવાનની વાણી છે. ભગવાનની શક્તિના વાહક છે આ સૂત્રો ! સૂત્ર જો બરાબર ધારણ કરીએ તો સર્વત્ર ભગવાન દેખાશે. સૂત્રના એકેક અક્ષરમાં ભગવાન = = * * * * * * * = = ૨૩૭.
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy