SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારે કરીશું ? નિંદા વખતે લાલપીળો થઈ જનારો, વાતે-વાતે ગુસ્સો કરનારો હું છું. હવે મારે બદલવું છે. ભગવાનની ભક્તિના પ્રભાવથી હું બદલાઈશ જ.' - આવો સંકલ્પ કરો. ભગવાનની ભક્તિના પ્રભાવથી જીવો પ્રત્યેનો અદ્વેષ પ્રગટે જ. 'सर्वे ते प्रियबान्धवाः न हि रिपुरिह कोऽपि' - શાન્તસુધારસ. બધા તારા પ્રિયબંધુ છે. અહીં કોણ શત્રુ છે ? આવું બધું ભગવાનની ભક્તિ, ભગવાનના શાસ્ત્રો શીખવે છે. મોહ સામે આ વિચારો શસ્ત્રોનું કામ કરશે. શત્રુઓ આક્રમણ કરતાં હોય ત્યારે શસ્ત્રો બહાર નહિ કાઢનાર હારી જાય. આપણે શસ્ત્રો બહાર નહિ કાઢીને ઘણીવાર હાર્યા છીએ. ચારિત્રા - ધર્મ કેટલો દુર્લભ છે ? સમિતિ-ગુપ્તિ, પાંચ-મહાવ્રત એ વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્ર જ ભાવ ચારિત્રનું કારણ બનશે. આ વ્યવહાર ચારિત્ર છે. અંદર ભાવ ચારિત્ર માટે પાળવાનું છે, એ ભૂલાવું ન જોઈએ. ધ્યેય ભૂલાઈ જાય તો વ્યવહાર ચારિત્ર કાંઈ નહિ કરી શકે. જાણ ચારિત્ર તે આતમા, શુદ્ધ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ-વને નવિ ભમતો રે.” - પૂ. ઉપા. યશોવિજયજી. આ ભાવ-ચારિત્ર છે. પૂ. હરિભદ્રસૂરિજી તો ચારિત્ર અંગે કહે છે : सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव । સર્વ જીવોના હિતપૂર્ણ આશયરૂપ અમૃત લક્ષણ આત્માનો પરિણામ જ ચારિત્ર છે. આધાકર્મી આદિ દોષમાં જીવોને કેટલી કિલામણા થશે ? હું સમિતિ આદિ બરાબર નહિ પાળું તો જીવોની કેટલી વિરાધના થશે ? - આવો જ આશય સાધુના હૃદયમાં રમતો હોય. ૨૨૪ * * * * * * * * * * કા
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy