SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા ? હું ૧૯૮૦માં જન્મ્યો કદાચ હું ૧૦૦ વર્ષ પણ ટકું તોય ૨૪ વર્ષથી વધુ ન રહું ને ? પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ ૨૪ તો પાકાને ? આપ તો વચનસિદ્ધને ? પૂજ્યશ્રી ઃ વચનસિદ્ધ કદાચ હોઉં તો પણ બીજા માટે, મારા માટે નહિ. આના પરથી પ્રેરણા લેવાની છે. મરણની વિચારણા પણ કેટલા બધા અનર્થોથી બચાવી દે ? મને યાદ નથી : મેં બચપણમાં કોઈ ઝગડો કર્યો હોય. ન ઝગડો કરતાં આવડે, ન કરાવતાં આવડે. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ ઝગડો શમાવતાં આવડે. - પૂજ્યશ્રી : કેટલાક એવા પણ હોય કે ઝગડો ન પણ શમાવી શકે. તે વખતે હું મારી અશક્તિ અને મારી ખામી જોઉં! તે વખતે હું યાદ કરું : “અત્રે પીવા મવા' __ 'येन जनेन यथा भवितव्यम् तद् भवता दुर्वारं रे' જે માણસની જેવી ભવિતવ્યતા હોય તેને ભગવાન અટકાવી શક્યા નથી, સમજાવી શક્યા નથી ત્યાં આપણે કોણ ? ભગવાન પ્રત્યેના બહુમાનની માત્રાથી જ આપણો સંસાર દીર્ઘ છે કે ટૂંકો છે, તે જાણી શકાય. જે જ્ઞાન મેળવવા વર્ષો સુધી મહેનત કરીએ તે ભક્તિથી સહજમાં મળી જાય, એવો મારો અનુભવ છે. સૂત્ર સામે આવતાં જ એનું રહસ્ય સમજાઈ જાય, એમાં હું પ્રભુની કૃપા જોઉં છું. જ્યારે બહુ ટેન્શનમાં હોઉં (ઔદયિક ભાવ તો ખરો ને ?) ત્યારે આવા સૂત્રો, શ્લોકો વગેરે ખૂબ જ ઉપયોગી બને. આપણે સૂત્રો, શ્લોકો વગેરે ભણ્યા ખરા, પણ ઉપયોગ કેટલો કરીએ ? આપણી આ જ મૂડી છે. કોઈ વેપારી જો મૂડીનું ધ્યાન ન રાખે તો તેના ‘ટાપરા” (છાપરા) ઊડી જાય. મૃત્યુ વખતે આ જ કામમાં આવવાનું છે. કોઈ પોટલા, પુસ્તકો કે શિષ્યો વગેરે કામ નહિ આવે. ૨૨૨ * * * * * * * * * * * * * કહે.
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy