SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. સમેત-શિખર જવું છે, પણ ગુરુકુળ સુધી પણ જવાની તૈયારી નથી. આ એક આત્મવંચના છે. આનાથી બચજો. આવી શિખામણો ઘણીવાર આપી ચૂક્યો છું, “શેઠની શિખામણ ઝાંપા સુધી.” એવું થતું નથીને ? દેવ અને ગુરુ બહુ-બહુ તો પુષ્ટ નિમિત્ત બનશે, પણ ઉપાદાન આત્મા તો તમારે જ તૈયાર કરવો પડશે. તમારા વિના બીજો કોઈ જ નહિ કરી શકે. હું તમને કહ્યા સિવાય શું કરી શકું ? આમ તો મારે આ ગ્રન્થમાં જલ્દી આગળ જવું છે, પણ વચ્ચે-વચ્ચે તમારે યોગ્ય આવી હિતશિક્ષાઓ ન આપે તો ગુનેગાર ગણાઉં ! * માર્ગ એટલે ચિત્તની સીધી ગતિ. અહીં સ્વરસવાહી ક્ષયોપશમમાં હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ પ્રશમ સુખનો આનંદ અનુભવવા મળે છે. એ આનંદને જણાવવા પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં સુવા શબ્દ પ્રયોજ્યો છે, પંજિકાકાર પૂ. મુનિચન્દ્રસૂરિજીએ મુલ્લી નો અર્થ “સુવાસિ' કર્યો છે. સુખાસિકા એટલે પ્રશમ સુખની સુખડી ! આવી પ્રશમની સુખડી હું એકલો ખાઊં તે ન ચાલે, હું બધાને આ આપવા માંગું છું. અમારા ફલોદીમાં ભીખમચંદજી જલેબી લાવી ઘેર ખૂણામાં બેસી એકલા-એકલા ખાતા. કોઈને આપતા નહિ. કારણમાં કહેતા : હું હવે કેટલા દહાડા જીવવાનો? તમે તો ઘણુંય ખાવાના ! હું હવે કેટલા દહાડા ? હું આવો કંજુસ થવા માંગતો નથી. પ્રશમની સુખડી સૌને મળે એવી ભાવના રાખું છું. અંદરના પ્રશમ સુખનું અંતરંગ કારણ કર્મોનો ક્ષયોપશમ છે. બહારનું કારણ ગુરુ, પ્રતિમા આદિ છે. કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય તો બહારના કારણે ગુરુ આદિ કાંઈ ન કરી શકે. આ પ્રશમનું સુખ દિન-પ્રતિદિન વધવું જોઈએ. જો એને વધારતા નહિ રહીએ તો એ ઘટતું રહેશે. વેપારી જે દિવસે ન કમાય તે દિવસે કંઈક ગુમાવશે જ. દિન-દિન વધતું જાય તે જ સાનુબંધ પ્રશમ કહેવાય. ત્ર * * * * * * * * * ૧૯૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy