SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, પણ યોગ્યતાની વાત છે. આંખ વગર જગતના દર્શન ન થાય. આંતર ચક્ષુ વગર આત્માના દર્શન ન થાય. પણ આપણે આત્માના દર્શન કરવા જ ક્યાં છે ? એ માટેની કોઈ લગન ખરી? કેટલા આડા-અવળા વિષયોમાં ફંટાઈ ગયા છીએ આપણે ? નવ પૂર્વ સુધી ભણેલા પણ આ ચક્ષુ ન મળી હોય તો આંધળા હોઈ શકે છે. પ્રકરણ ગ્રન્થો પણ કોણ યાદ કરે છે ? વ્યાખ્યાન એમને એમ ચાલે છે ને ? પ્રકરણ ગ્રન્થોની જરૂર છે વ્યાખ્યાનમાં ? તત્ત્વરૂચિ જન થોડલા રે.' પૂ. દેવચન્દ્રજીના ૩૦૦ વર્ષ પહેલાના ઉદ્દગારો આજે પણ સાચા જ લાગે છે. કદાચ દરેક કાળે મોટા ભાગનો માનવ-સમૂહ આવો જ હોતો હશે ! આવા પંચમ કાળમાં તો સવિશેષ આવો જ હોવાનો ! ને સત્તઓ અખો ' રોજ સંથારાપોરસીમાં બોલીએ છીએ, છતાં આત્મા યાદ નથી આવતો. આત્માને ભૂલી ન જઈએ માટે જ તો સંથારાપોરસીમાં આ વાત ગોઠવી દેવામાં આવી છે. હું વાતો તો આવી કરતો જ રહેવાનો. ભલે તમને ગમે કે ન ગમે, પણ વસ્તુસ્થિતિ તો કહેવાનો જ. કાળનો પરિપાક થશે ત્યારે આ બધું સમજાશે, એટલી શ્રદ્ધા છે. મને પોતાને પણ પૂ.પં. ભદ્રંકર વિ.મ.ની કેટલીક વાતો હોતી સમજાતી. આજે ૨૦-૨૫ વર્ષ પછી સમજાઈ રહી છે. તેમ તમને પણ ભવિષ્યમાં આ નહિ સમજાય, એવું હું નથી માનતો. હું આશાવાદી છું. નિરાશ કરવા આ બધી વાતો નથી કરતો. તમારી અંદર આ માટે ઈચ્છા જગાડવી છે. ઈચ્છા જાગ્યા પછી આગળનું કામ પોતાની મેળે થઈ જશે. * ઘેબર, જલેબી, રોટલી, લાડુ વગેરે બને એ જ ઘઉંના લોટ, સાકર અને ઘીમાંથી. માત્ર બનાવવાની પદ્ધતિમાં ફરક. વાત એની એ જ હોય, પણ શાસ્ત્રકારો અલગ-અલગ કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * ૧૯૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy