SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ - આ. વદ-૭ ૧૯-૧૦-૨૦૦૦, ગુરુવાર શ્વાસ વિતા ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? ૦ આપણું સામાયિક આજીવન છે. એનો અર્થ એ થયો : જીવનભર સમતા રહેવી જોઈએ. સમતા આપણો શ્વાસ બનવા જોઈએ. શ્વાસ વિના ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? આ જ મુનિ-જીવનનો પ્રાણ છે. શ્રાવક તો સામાયિક પૂરું કરી લે, પછી કદાચ સમતામાં ન રહે તો હજુએ ચાલે, સાધુ સમતામાં ન રહે તે કેમ ચાલે ? “હું આત્મા છું' એટલું સતત યાદ રહે તો જ સમતા સતત રહી શકે. પણ આશ્ચર્ય છે : બીજું બધું યાદ રાખનારા આપણે આત્માને જ ભૂલી ગયા છીએ. જાનમાં વરરાજા જ ભૂલાઈ ગયો છે. જે વર્તન આપણે આપણી જાત સાથે કરીએ છીએ, તેવું જ વર્તન * * * * * * * * * * * * * ૧૯૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy