SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ બધાની અલગ-અલગ પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે તેનો ભય તેને સતાવ્યા કરે. ભય ચંચળતા હો જે પરિણામની રે ચિત્તની ચંચળતા ચોવીસેય કલાક રહેતી હોય તો સમજવું: મન ચોવીસેય કલાક ભય-ગ્રસ્ત છે. સ્વસ્થતા મેળવવી હોય તો ભગવાન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. મેળવવી છે ? હવેના પાંચ સૂત્રો ખૂબ જ ગંભીર છે. અહીં સ્પષ્ટ લખ્યું છે : અભય આદિ પાંચેય ભગવાન વિના ક્યાંયથી ન જ મળે. ભગવાન પર બહુમાન આવ્યું એટલે ભગવાન તમારા હૃદયમાં આવી જ ગયા. જ્યાં બહુમાન છે, ત્યાં ભગવાન છે. એટલે જ ભક્તને કદી ભગવાનનો વિરહ પડતો જ નથી. આ જ વાત ગુરુમાં પણ લાગુ પડે છે. સાચા શિષ્યને કદી ગુરુનો વિરહ નડતો જ નથી. કારણકે હૃદયમાં ગુરુ પર બહુમાન સતત રહેલું જ છે. અભય આવતાં આત્માનું સ્વાથ્ય આવે. સ્વાથ્ય એટલે મોક્ષધર્મની ભૂમિકાની કારણરૂપ ધૃતિ. ધૃતિ એટલે પ્રચલિત વૈર્ય અર્થ નહિ કરવાનો, પણ આત્માના સ્વરૂપનું અવધારણ તે ધૃતિ. આવી કૃતિ, આવું અભય પણ જીવનમાં ન આવ્યું હોય તો મોક્ષની આશા શી રીતે રાખી શકાય ? હજુ તળેટી પણ ન પહોંચ્યા હોઈએ તો દાદાના દર્શનની આશા શી રીતે રાખી શકાય ? અભય ન હોય તો વિહિત ધર્મની સિદ્ધિ શી રીતે થાય ? સમીપવર્તી ભયના ઉપદ્રવોથી ચિત્ત વારંવાર પરાજિત થતું હોય ત્યાં ધર્મ શી રીતે જન્મે ? સમ્યગદર્શનની પ્રાપ્તિ તમારા ચિત્તની સ્વસ્થતાની અપેક્ષા રાખે છે. ૧૮૬ * * * * * * * * * * * * * :
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy