SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ * અરિહંત સાથે સિદ્ધ તો ઠીક પણ સાધુ ક્યાં બેસી ગયા ? સાધુ અરિહંતના ઉપાસક છે. સાધુ-સાધ્વીજી અરિહંતથી જુદા હોઈ જ ન શકે. હોય તો દ્રવ્ય સાધુત્વ સમજવું, માત્ર આજીવિકારૂપ સાધુત્વ સમજવું. આપણે ચારનું શરણ ક્યાં લીધું છે ? માત્ર અહંનું જ શરણું લીધું છે. ‘વમેવ ા૨UT મમ ' એમ આપણી જીભ બોલે છે. ‘મવ રdi મમ ' એમ આપણું હૃદય બોલે છે. “મોટાના ઉત્સગે બેઠાને શી ચિન્તા ?' - પૂ. દેવચન્દ્રજી. જિન તેરે ચરણ કી શરણ ગ્રહું, હૃદય-કમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહુ.” હૃદયમાં ભગવાન અને માથે ભગવાનની આજ્ઞા હોય તો બીજી કઈ વસ્તુની જરૂર છે ? હું આ બોલું છું તે હું કરું છું. કરીને, જીવીને બોલું છું. તો જ તમને અસર થશે ને ? - કાયાને તપથી તપાવીએ નહિ, માત્ર મન જ જોડવા પ્રયત્ન કરીએ તો ભગવાન એવા ભોળા નથી કે આવી જાય. » પોતાના આત્મામાં જ લીન બનેલા આત્માને જોવો તે પરમલય છે. * અરિહંતનું એક શરણું પકડી લઈએ તો પણ બીજા ત્રણેય આવી જાય. “સિક્કર્ષિસદ્ધર્મમયપેવ' ભગવાન સિદ્ધ, ઋષિ અને ધર્મમય છે. પોલીસનું અપમાન તે સરકારનું જ અપમાન છે. સાધુનું અપમાન તે ભગવાનનું જ અપમાન છે. કારણ કે અપેક્ષાએ બન્ને અભિન્ન છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * ૧૪૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy