SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) દર્શન મોહ-દર્શનત્રિકને ખપાવવાની ઈચ્છા. (૨) તેનું ક્ષપણ અને (૩) ક્ષય પછીની અવસ્થા. છઠ્ઠી ગુણશ્રેણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓના ઉપશમનો પ્રારંભ થાય છે. તેને “મોહ-ઉપશામક અવસ્થા કહે સાતમી ગુણશ્રેણિમાં ઉપર મુજબની મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓ ઉપશાંત થાય છે, તેને “ઉપશાન્ત-મોહ' અવસ્થા કહે છે. આઠમી ગુણશ્રેણિમાં શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે, તેને “મોહ-ક્ષપક અવસ્થા કહે છે. નવમી ગુણશ્રેણિમાં એ જ શેષ મોહનીય કર્મની પ્રકૃતિઓનો અર્થાત્ મોહનો સર્વથા ક્ષય થાય છે, તેને “ક્ષીણમોહ અવસ્થા કહે છે. (૧૧) નાદ (૧૨) પરમ નાદ ધ્યાન : ખાલી પેટે કાનમાં આંગળી નાખતાં જે અંદર અવાજ સંભળાય તે દ્રવ્ય નાદ છે. આંગળી વિના સ્વયં વિવિધ વાજીંત્રોનો સ્પષ્ટ અલગ અવાજ સંભળાય તે પરમ નાદ છે. સંકલ્પ-વિકલ્પ હોય ત્યાં સુધી નાદ ન સંભળાય, મન અત્યંત શાન્ત અવસ્થામાં હોય ત્યારે જ અનાહત નાદ સંભળાય. પણ આ સાધ્ય નથી, મંઝિલ નથી, માત્ર માઈલસ્ટોન છે, એ ભૂલવું નહિ. અહીં અટકવાનું નથી. પરમાત્મદેવને મળ્યા વિના ક્યાંય અટકવાનું નથી. આપણી આત્મ-વિશુદ્ધિ થઈ તેના આ ચિહ્નો જરૂર છે, તમારું મન ભગવાનમાં લીન બની જાય એટલે આ નાદોના અવાજો બંધ થઈ જાય છે. મંદિરમાં ઘંટનાદ અનાહતનું જ પ્રતીક છે. પ્રારંભમાં ઘંટનાદ કરવાનો, પણ પછી ઘંટનાદ છોડી પ્રભુમાં ડૂબી જવાનું. - નાદનો સંબંધ પ્રાણ સાથે છે. ભગવાન બોલે છે ત્યારે પરા વાણીથી ક્રમશઃ વૈખરીમાં * * * = = = * * * * * * * ૧૩૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy