SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રચના પછી આવો મોટો ભૂકંપ ભારતમાં કદાચ પહેલીવાર આવ્યો છે. કચ્છ પછી વિશ્વભરમાં ઈન્ડોનેશિયા, ચીન, જાપાન, અફઘાનિસ્તાન, અમેરિકા, આસામ આદિ સ્થળોએ શ્રેણિબદ્ધ થયેલા ભૂકંપના આંચકાઓએ વિશ્વભરના લોકોને ભૂકંપ અંગે વિચારતા કરી દીધા છે. દોઢ બે હજારની વસતીવાળા નાનકડા મનફરા ગામમાં ભૂકંપથી માર્યા ગયેલા ૧૯૦ જણમાં ૬૦ તો જૈનો હતા. ઘાયલ થયેલા તો જુદા. બે-પાંચ હજાર વર્ષ પહેલાના જૂના મંદિરો કેમ આજે જોવા મળતા નથી ? નદીઓ કેમ લુપ્ત બની જાય છે ? નગરો કેમ ધ્વસ્ત બની જાય છે ? નદીઓના વહેણ કેમ બદલાઈ જાય છે ? લોકો કેમ સ્થળાંતર કરી જાય છે ? ‘મોંએ જો ડેરો” જેવા ટીંબા કેમ બને છે ? - એવા ઘણા પ્રશ્નોનો જવાબ આવા ધરતીકંપો છે. માણસ માટે મોટો ગણાતો આ ભૂકંપ કુદરતમાટે સાવ નાનકડું તણખલા જેવું કાર્ય પણ હોય ! કુદરતમાં તો આવા ફેરફારો આવ્યા જ કરે. ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તો આમાંથી અનિત્યતાનો બોધપાઠ મળે. મમતાના તાણા-વાણા તોડવાનો અવસર મળે. અને ઘરમાંથી મને બહાર કાઢનાર તું કોણ ? એવું કહેનારા માણસને ભૂકંપનો એક જ આંચકો બહાર કાઢી મૂકે છે, આ ઓછી વાત છે ? | મમતાને દૂર કરવા માટે, અનિત્યતાને આત્મસાત કરવા માટે આનાથી વધુ બીજો કયો પ્રસંગ હોઈ શકે ? | સમગ્ર વિશ્વને એક તંતુએ જોડી દેવામાં નિમિત્ત બનનાર આવો બીજો પ્રસંગ કયો હોઈ શકે ? | ભૂકંપ પછી ગુજરાત-ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી જે સહાયતાનો ધોધ વહ્યો તે જણાવે છે કે - આજે પણ માણસાઈ મરી પરવારી નથી. આજે પણ માણસના હૃદયમાં કરુણા ધબકે છે. દુકાળ, વાવાઝોડું અને ભૂકંપના પ્રહારોથી જર્જરિત થઈ જવાને
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy