SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ - વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા - આ ચાર વાણીના પ્રકારો જાણતા હશો. ભગવાનની વાણી ઉત્ક્રમથી આવે, પરામાંથી નીકળીને પશ્યન્તી થઈને વૈખરી (મધ્યમાની ભગવાનને જરૂર નથી.) રૂપે બહાર આવે. - સૂક્ષ્મ મનને પકડવા સૂક્ષ્મ બોધ જોઈએ. મન પકડાય તો સૂક્ષ્મ જ્ઞાનથી પકડાય. મનને વશ કરવા સીધું જ યોગનું પાંચમું અંગ (પ્રત્યાહાર) ઉપા. મહારાજે પકડ્યું : “પ્રત્યાદિત્યેન્દ્રિયભૂ' અહીં પ્રત્યાહાર છે. કારણ કે યોગીઓને યમાદિ ચાર અંગ સિદ્ધ જ હોય છે. પ્રાણાયામ પોતાની મેળે થઈ જ જાય છે; જો તમે વ્યવસ્થિત કાયોત્સર્ગ કરતા રહો. આર્ત-રૌદ્રને હટાવવા સૌ પ્રથમ શુભ-વિચારો દાખલ કરો. શુભવિચારો મજબૂત થઈ જાય, પછી તે દૂર કરતાં વાર લાગતી નથી. * મધ્યમામાં વિકલ્પો હોય, પશ્યન્તીમાં માત્ર સંવિત્ રહે. સંવિત એટલે ઉપયોગ. ઉપયોગ બે પ્રકારે ઃ સાકાર - નિરાકાર. છે. મારી પાસે આનંદઘનજી આદિની ચોવીશીઓ છે, આગમના પાઠોનો ઢગલો નથી. આ મારી મર્યાદા છે. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારો રે; દર્શન-જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ-ગ્રહણ વ્યાપારો રે. - પૂ. આનંદઘનજી. ૧૨મું સ્તવન. - મતિજ્ઞાનમાં મનનો પ્રયોગ છે, તેમ ચક્ષુ - દર્શન સિવાય અચક્ષુ – દર્શનમાં પણ મનનો પ્રયોગ છે. તે વખતે (નિર્વિકલ્પ દશામાં) અચક્ષુદર્શન હોય છે. આત્મા ઉપયોગ લક્ષણ કદી ન છોડે. અગ્નિ બાળવાનું ન છોડે, તેમ આત્મા ઉપયોગ કદી ન છોડે. વિકલ્પો તો કર્મચેતનાના છે, ઉપયોગ જ્ઞાન-ચેતનાનો છે. સુખ-દુઃખ રૂપ કર્મ-ફળ જાણો, નિશ્ચ એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. - પૂ. આનંદઘનજી. ૧૨મું સ્તવન. ૧૦૨ = = = = = = = = * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy