SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ત – ધ્યાન માત્ર પોતાની પીડાના વિચારમાંથી થાય છે. એની જગ્યાએ બીજાનું ધ્યાન, વિચાર કરો તો એ ધ્યાન ધર્મધ્યાન બની જાય. ૦ તત્ર ધ્યાનું ચિત્ત - માવનાપૂર્વવ8: સ્થિરોડથ્યવસાય: ભગવાનના શરણાર્થી આપણે છીએ, ભગવાનને આપણે નાથ તરીકે સ્વીકાર્યા તો યોગક્ષેમની ભગવાનની જવાબદારી છે. આપણે ધ્યાનના અધિકારી ન હોઈએ તો ધંધામાં ડૂબેલા ગૃહસ્થો અધિકારી બનશે ? મનને એટલું વ્યગ્ર બનાવીએ છીએ કે ધ્યાનની વાત દૂર, ચિંતન પણ કરી શકતા નથી. એટલી બધી જવાબદારીઓ લઈને ફરીએ છીએ. અહીં વ્યક્ત રૂપે મંગળ આદિ ન હોવા છતાં અવ્યક્તરૂપે મંગળ છે જ. ધ્યાનના અધિકારીનો પણ નિર્દેશ કર્યો જ છે. ચતુર્વિધ સંઘનો યોગ્ય સભ્ય ધ્યાનનો અધિકારી ત્રણ ચીજ વિના લાડુ ન બને, તેમ રત્નત્રયી વિના ધ્યાન ન મળે. ચિંતામાં જ્ઞાન – દર્શન અને ભાવનામાં ચારિત્ર આવી ગયા છે. આર્ત - રૌદ્ર ધ્યાન પણ આ જ રીતે બને છે. માત્ર ત્યાં મિથ્યાદર્શનાદિ ત્રણ પડેલા છે. અનાદિના અભ્યાસથી તે સહજ રીતે થઈ જાય છે. પહેલા ૨૪ ધ્યાન ભેદો વાંચી પછી તે પર વિવેચન વિચારીએ. દ્રવ્યથી આ-રૌદ્ર ધ્યાન છે. ભાવથી આજ્ઞા વિચયાદિ ધર્મધ્યાન કહેવાય. એનો જ અહીં અધિકાર છે. પ્રારંભમાં આવું (આજ્ઞા-વિચયાદિ સ્વરૂપ) ધર્મધ્યાન પણ આવી જાય તોય કામ થઈ જાય. ધર્મ-શુક્લ ધ્યાન ન થ્થાઈએ તો અતિચાર લાગે છે. જે રોજ આપણે બોલીએ છીએ. આપણે એથી ઊદું જ કરીએ છીએ. નિષિદ્ધ કરીએ છીએ, વિહિત : છોડીએ છીએ. પછી જીત શી રીતે મળે ? * * * * * * * * * * * * ૯૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy