SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ G18L પ્રેમ-રસ પાને તું મોરના પિચ્છધર ! Seeds તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ ગમે તેટલી તત્ત્વોની વાત આવે તો પણ છેલ્લે ભગવાન કે ભગવાનની ભક્તિની વાત પૂજયશ્રીના પ્રવચનમાં આવી જ જાય. વાચનાની આ પ્રસાદી વાચનારના હૃદયમાં પ્રસન્નતાનો પમરાટ ફ્લાવે, પ્રભુનો પ્રેમ પ્રગટાવે, તેવી અપેક્ષા છે. કેટલેક સ્થળે ભક્તિ આદિ વાતોની પુનરુક્તિ થયેલી પણ જણાશે. અહીં પ્રશમરતિમાંની પૂજ્યશ્રી ઉમાસ્વાતિની વાત યાદ કરી લેવી : વૈરાગ્ય, ભક્તિ આદિની વાત પુનઃ પુનઃ કરવાથી, સાંભળવાથી અને સમજવાથી જ તે અંતરમાં ભાવિત થાય છે. માટે વૈરાગ્યાદિમાં પુનરુક્તિ દોષ નથી. यद्वद् विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद् रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥ प्रशमरति - १३ કેટલેક સ્થળે પૂજ્યશ્રીના આશયને સામે રાખી અમે અમારી ભાષામાં પણ આલેખન કર્યું છે. પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ કાંઈ પણ આલેખાયું હોય તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડં. વાંકી તીર્થ (કચ્છ) વિ.સં. ૨૦૫૬ 5 ગણિ મુક્તિયન્દ્રવિજય ગણિ મુનિયન્દ્રવિજય
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy