SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ છે. અત્યંતર તપને કાર્યકર (શક્તિશાળી) બનાવનાર ઉપવાસ છે. ઉપવાસના દિવસે મન કેટલું નિર્મળ હોય છે ? આયંબિલમાં કેટલું નિર્મળ હોય છે મન ? ઉજ્જૈનમાં ચૌદસ વગેરેના દિવસે ચઉવિહાર ઉપવાસ કરી અવંતી પાર્શ્વનાથ ભગવાનના દરબારમાં પહોંચી જતો. આખો દિવસ ત્યાં જ ભક્તિ, ધ્યાન આદિમાં વીતતો. તપ દ્વારા ક્ષયોપશમ પ્રગટે છે, માટે તો યોગોદ્વહનમાં તપનું વિધાન છે. બાહ્ય તપની શરત એટલી જ કે તે અત્યંતર તપના લક્ષપૂર્વકનું હોય ! - સાધ્વીજીઓને માત્ર બે જ આગમ (ઉત્તરાધ્યયન – આચારાંગ)ના જોગ કરવાના છે. આ બે આગમોમાં પણ ૪૫ આગમોનો સાર છે. પાંચમા આરાના અંતે તો દશવૈકાલિકના ચાર અધ્યયન જ રહેવાના છે. તેમાં પણ સર્વ આગમોનો સાર છે. » ‘અસંખય...' ઉત્તરાધ્યયનના ૪થા અધ્યયનની અનુજ્ઞા આયંબિલથી જ થઈ શકે. ૧૩ ગાથા કરે તો જ અનુજ્ઞા થઈ શકે. એવા અક્ષરો મળ્યા છે. નીવીની ગરબડ નહિ કરતા. આપણે ઘણું ભૂલી જઈએ છીએ. . યશોવિજયજી મ.સા. સ્વાનુભવ બતાવતાં કહે છે : કોઈપણ એક પદાર્થનું આલંબન લઈ લો. તેમાં સંપૂર્ણ એકાકાર બની જાવ. બીજું કાંઈ જ વિચારો નહિ. ચિત્ત પોતાની મેળે અદશ્ય થઈ જશે. લાકડા બંધ થઈ જતાં આગ સ્વયં બંધ થઈ જાય તેમ ! પણ આ સ્થિતિ અનુભવના પરિપાક પછી આવે છે. તાત્કાલિક નથી આવતી. શાંત હૃદયવાળાના શોક, મદ, મદન, મત્સર, કદાગ્રહ, વિષાદ વેર વગેરે તમામ આવેશો નષ્ટ થઈ જાય છે. આ જ જીવનમાં આવું બની શકે છે. આમાં બીજી કોઈ સાબિતીની જરૂર નથી. અમારા પોતાનો જ અનુભવ આમાં સાક્ષી છે, એમ કહેતા પૂ. યશોવિજયજી મ.સા.એ પોતાની અનુભૂતિ ખુલ્લી મૂકી દીધી છે. કહે * * * * * * * * * = ૨૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy