SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવનના ફૂલો, સમુદ્રના તરંગો ને ગગનના સિતારાનું કદાચ માન કહી શકાય... પણ આ પુસ્તકનું કેમ કરૂં માન...? શે વર્ણવાય પૂજયશ્રીનું પ્રેરણાનું દાન ? સંપાદકશ્રીના કેટલા કરૂં ગુણગાન ? - સા. કલ્પનંદિતાશ્રી રાજકોટ હું પાલીતાણા આવેલી નહિ, પરંતુ પૂ. ભુવનશ્રીજી મ. તથા ભદ્રંકરાશ્રીજી પૂ. આચાર્ય ભગવંતની વાતો કરે ત્યારે એમ જ થાય કે ગઈ હોત તો સારું થાત. ખેર ! ભાવિભાવ. પરંતુ પૂજ્યશ્રીના સ્વમુખે બોલેલા શબ્દો આપ પૂ. ભ્રાતા બેલડીએ અક્ષરશઃ ઝીલી ગ્રંથસ્થ કર્યા તે અમારા જેવા કમભાગીને ખૂબ ઉપકારક બન્યા છે. - સા. ધર્મોદયાશ્રી અમદાવાદ આ પુસ્તકના વાંચન દ્વારા જીવનમાં દેવ - ગુરૂ - ધર્મનું સત્ય મૂલ્યાંકન થયું. પ્રતિસમય આવતા ક્રોધાદિ કષાયો ઉપર કાબૂ આવતો ગયો. - સા. ભુવનકીર્તિશ્રી અમદાવાદ પૂજ્યશ્રી ભગવદ્ સ્વરૂપ હતા. ભગવાન જે રીતે અર્થથી વાણી પ્રકાશ તેવી જ રીતે પૂજયશ્રી પણ આગમોના અર્કને વાણીથી પ્રસારિત કરતા. તે આગમ વાણી પાલીતાણાની વાચનાઓમાં સાંભળવા મળી. પરંતુ દૂર બેઠેલા અમને એ વાણી ત્રુટક ત્રુટક સંભળાતી, તે ત્રુટિની પૂર્તિ આ પુસ્તકે કરી. - સા. કલ્પજ્ઞાશ્રી રાજકોટ આ પુસ્તક દ્વારા પ્રભુકૃપા, ગુરુકૃપા તેમજ વિષયોની વિરક્તિ, વિનિયોગ વગેરે જાણવા મળ્યું. - સા. વૈરાગ્યપૂર્ણાશ્રી બોરડી ૬૦૬ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy