SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસત્તાની રુચિ એટલે સમ્યક્ત. આત્મસત્તાનો બોધ એટલે સમ્યમ્ જ્ઞાન. આત્મસત્તાની રમણતા એટલે સમ્યફ ચારિત્ર. આ રત્નત્રયીને પામે તે આત્મા પુષ્ટ બને. અહો ભવ્યો ! તમે ઓળખો જૈન ધર્મ, જિણે પામીએ શુદ્ધ અધ્યાત્મ મર્મ; અલ્પકાળે ટળે દુષ્ટ કર્મ, પામીએ સોય આનંદ શર્મ. . ૪૫ હે ભવ્યો ! મારી સલાહ માનતા હો તો જૈનધર્મને ઓળખો. તમને શુદ્ધ અધ્યાત્મ ધર્મનો મર્મ મળશે. પ્રયત્ન કરશો તો અલ્પકાળમાં દુષ્ટકર્મો ખપી જશે. અલ્પકાળમાં કલ્યાણ થઈ જશે. એમ પૂ. દેવચન્દ્રજી કહે છે. | મુખ્ય પદાર્થ છે : આત્મા. એને એક ઓળખતાં બીજું બધું પોતાની મેળે ઓળખાઈ જશે. | મુખ્ય વાત તો માર્ગ-દર્શનની છે. બાકીનો માર્ગ તો માર્ગ પોતે જ બતાવશે. આગળ જતા જઈએ તેમ તેમ આગળઆગળનો માર્ગ સ્પષ્ટ થતો જાય. પૂર્વ અનુભવ જ પછીના અનુભવની ઝાંખી કરાવશે. નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વ-પર વિવેચન કરતાં થાયે લાભ સદીવ; નિશ્ચય ને વ્યવહારે વિચરે જે મુનિરાજ, ભવસાગર તારણા નિર્ભય તેહ જહાજ. . ૪૬ . ભગવાન જ નહિ, મુનિ પણ તરણતારણ જહાજ છે. મુનિ જીવાજીવ, નય-નિક્ષેપ, નિશ્ચય-વ્યવહાર આદિ જાણનારા અને સ્વ-પરનો વિવેક કરનારા હોય છે. ‘વસ્તુ તત્ત્વ રમ્યા તે નિર્ગથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ;. તિણે ગીતાર્થ ચરણે રહીએ, શુદ્ધ સિદ્ધાંત રસ તો લહિજે.' ૪૭ | આપણે પોતાની મેળે હવે બધું મેળવી લઈશું” એવા ભ્રમમાં કોઈ ન રહે માટે અહીં અધ્યાત્મવેત્તા ગીતાર્થ ગુરુની કહે ? # # # # # # # # # # # # # ૫૯૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy