SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે એમ માનીએ છીએ : ક્રોધ પોતાની મેળે જશે. પ્રયત્ન શું કરવો ? પ્રયત્ન વિના ઘરનો કચરોય નથી જતો તો ક્રોધ શાનો જાય ? એ માટે ક્ષમા માટે પ્રયત્ન કરવો પડે. અપરાધીનો અપરાધ ભૂલી જવો તે ક્ષમા, અપરાધીનો અપરાધ ન ભૂલવો તે ક્રોધ. આપણે શાના પર વધુ ભાર આપીએ છીએ ? ક્ષમા આવે ત્યાં ક્રોધ ભાગી જ જાય. ક્ષમાબેન પ્રશમભાઈની સાથે જ આવે. આ બંનેની હાજરીમાં ક્રોધ જાય જ. ૦ ગુણીના ગુણો જીવનમાં લાવવા તે ગુણીનું ઉત્કૃષ્ટ બહુમાન છે. માત્ર કાયિક સેવા નહિ, આત્મિક ગુણો ઊતારવા તે ઉત્કૃષ્ટ ભક્તિ છે. જો કે બાહ્ય સેવા પણ ઉપયોગી છે જ. * ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિલભતા) આ ચારેય ઉત્તમ કોટિના બને ત્યારે જ શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ શકે. માન એમને એમ નથી જતો. મૃદુતાને લાવતાં તે જાય છે. નમતું ન જોખવું તે માન છે, મોટાઈ છે. સામી વ્યક્તિને માન આપવું તે નમ્રતા છે, મૃદુતા છે. આપણે બંનેમાંથી કોને વધુ ભાર આપીએ છીએ ? સરળતાથી માયા અને નિઃસ્પૃહતાથી લોભને જીતવાના છે. ચારેય જીતાઈ જતાં મોહ નિર્બળ બની જાય છે, જીતાઈ જાય છે. મોહ જતાં બધો વિભાવ ગયો જ સમજો. શંખેશ્વરમાં રાજનેતાઓની હાજરીમાં એક મહાત્માએ ભાષણ કર્યું. ભાષણ કડક હોવાથી બે-ચાર નેતાઓએ ચાલતી જ પકડી. તેમ મોહ પણ ચાલતી પકડે છે. ઈમ સ્વાભાવિક થયો આત્મવીર, ભોગવે આત્મ સંપદ સુધીર; જેહ ઉદયાગત પ્રકૃતિ વળગી, અવ્યાપક થયો ખેરવે તે અલગી. | ૩૩ || ૫૮૪ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy