SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો ? એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે ! ૦ આપણો આત્મા જ આપણે ન જાણી શકીએ તો શું જાણી શકીશું ? આપણી દ્રવ્ય ક્રિયાઓ મોક્ષ આપી દેશે ? જો કે, ક્રિયાઓ નિરર્થક નથી. એકલું ધ્યાન ઉપયોગી નથી થતું. કારણ કે આખો દિવસ ધ્યાન થઈ શકતું નથી. ધ્યાન સિવાયના સમયમાં ક્રિયા ઉપયોગી થઈ પડે છે. ક્રિયા છોડીને જે ધ્યાનમાં જ જોડાવા પ્રયત્ન કરે છે તે ધ્યાનને તો નથી પામી શકતો પણ ક્રિયાથી પણ ભ્રષ્ટ બને છે. ૦ ભુજના એક અજૈન ભાઈએ “હું પરિવારને સંતોષ આપી શકતો નથી.” વગેરે કહીને ધ્યાનની ઊંચી વાતો કરી. મેં કહ્યું : તમે અત્યારે ક્યાં છો ? તે જુઓ. કર્તવ્ય નિભાવો પછી તેના ફળરૂપે ધ્યાન મળશે. ગઈકાલે જ એ પાછો આવ્યો કહે : “મહારાજ ! હવે આનંદ આનંદ થઈ ગયો.' તમે જાણો છો : ૧૦પૂર્વી માટે જિનકલ્પ સ્વીકારનો નિષેધ છે ? શા માટે? એ ગચ્છ પર ઘણો ઉપકાર કરી શકે તેમ છે માટે. આ જ વાત થોડા અંશે અન્યત્ર પણ લાગુ પડી શકે. • ગઈકાલના ષકારક ચક્ર આત્મામાં ઘટાડીએ. (૧) કારક : દ્રવ્ય-ભાવકર્મનો કરનાર આત્મા સ્વયં કારક છે. ૨૪ કલાક કર્મબંધનનું આ કામ ચાલુ જ છે. કારણ કે જીવમાં કર્તુત્વાદિ શક્તિઓ ઊઘાડી જ છે. એ શક્તિઓને વિભાવથી અટકાવીને સ્વભાવગામી ન બનાવીએ ત્યાં સુધી મોક્ષ તો શું સમ્યક્ત પણ ન મળે. કર્મ પછી જ કપાય. જો કે, પછી પણ પ્રયત્ન તો કરવો જ પડે. નખને પણ કાપવા પ્રયત્ન કરવો પડે તો પ્રયત્ન કર્યા વિના કર્મ શી રીતે કપાય ? (૨) કર્મ : દ્રવ્ય-ભાવ કર્મનું બંધનરૂપ કાર્ય. (૩) કરણ : ભાવાશ્રવ - અશુદ્ધભાવ પરિણતિ. પ્રાણાતિપાતાદિ - દ્રવ્યાશ્રવ. (૪) સંપ્રદાનઃ નવી અશુદ્ધતાથી નવા કર્મોનો લાભ થાય છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * પ૦૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy