SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ કરી રહ્યા હતા. મને આનંદ થયો. “સમ્યગુ રત્નત્રયીરસ રાચ્યો ચેતનરાય, જ્ઞાનક્રિયા ચક્ર, ચકચૂરે સર્વ અપાય; કારક ચક્ર સ્વભાવથી, સાધે પૂરણ સાધ્ય, કિર્તા કારણ કારજ, એક થયા નિરાબાધ.” ૨૮ . - આજ સુધી પુદ્ગલનો, અર્થ-કામનો રસ હતો, તે દીક્ષા લેતાં છુટ્યો, પણ અહીં ફરી નવો સાંસારિક કહી શકાય તેવો રસ પેદા થયો નથીને ? તે જોજો. એ બધા રસો તોડવા હોય તો રત્નત્રયીનો રસ પેદા કરવો પડે. જ્ઞાન અને ક્રિયાનું ચક્ર એવું જોરદાર છે જે મોહરાજાનું માથું કાપી નાખે. મોહરાજા નષ્ટ થતાં જ સર્વ અપાય દૂર થાય છે. ચેતનરાજ વિજેતા બને છે. કુમારપાળે જેમ અણોરાજને હરાવ્યો તેમ ચેતન મોહરાજને હરાવે છે. ચક્રવર્તી પાસે શત્રુઘૂરક ચક્ર હોય તેમ ચેતન પાસે પણ કારક-ચક્ર છે. કારક ચક્રથી (ષકારક ચક્ર) મોહની સેના ધૂળ ચાટતી થઈ જાય. ત્યારે કર્તા-કારણ અને કાર્ય ત્રણેય એક થઈ જાય. ષકારક ચક્ર વિના કોઈ ભૌતિક કાર્ય પણ થઈ શકે નહિ તો આધ્યાત્મિક કાર્યની તો વાત જ શી કરવી ? અત્યારે પણ આપણે ષકારક ચક્રથી જ વ્યવહાર ચલાવી રહ્યા છીએ. પટ્ટકારક – શક્તિ ઊઘાડી છે. એને કોઈ કર્મનું આવરણ નથી. જો એને પણ કોઈ કર્મનું આવરણ હોત તો કર્મ-બંધન જ થઈ શકત નહિ. આ કારક-ચક્ર માત્ર જીવ પાસે જ છે. આ છમાં કારક મુખ્ય છે. બાકીના પાંચ એને આધીન છે. પૂ. દેવચન્દ્રજી મ.નો આ મુખ્ય વિષય છે. એમણે પોતાના સ્તવનમાં આ વિષય ખૂબ જ સરસ રીતે ગુંથ્યો છે. માટે જ એમના સ્તવન કંઠસ્થ કરવાનો હું આગ્રહ રાખું છું. અત્યારે આપણા છએ કારક કર્મ-બંધનનું જ કામ કરી ૫૦૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧ * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy