SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી આપણા તરફથી સત્કાર અને સન્માન મળતા રહેશે ત્યાં સુધી પુગલો આત્મ-ઘરમાંથી નીકળવાનું નામ નહિ લે. ગુંદરીયા મહેમાનોને રોજ મીઠાઈ આપ્યા કરો, પછી શાના જાય ? અપ્રમત્ત મુનિ આ ગુંદરીયા મહેમાનને ઓળખી ગયા છે. તે, તેમને સત્કાર આપવાનું બંધ કરે છે. સ્વદ્રવ્યાદિ ૪ થી અસ્તિત્વ. પદ્રવ્યાદિ ૪થી નાસ્તિત્વ આત્મામાં રહેલું છે. અર્થાત્ નાસ્તિત્વનું પણ આત્મામાં અસ્તિત્વ છે. મોહરાજાનું બધું જ લશ્કર આત્મામાં નાસ્તિત્વ રૂપે જ રહેલું છે, અસ્તિત્વ રૂપે નહિ જ. આ વાતનો આપણને ખ્યાલ ન હોવાથી જ આપણે દુ:ખી છીએ. આત્મા તો નિર્મળ સ્ફટિક જેવો છે. એમાં ક્યાંય અશુદ્ધિનો અંશ નથી. જીવનથી કંટાળી જઈએ, હતાશા આપણને ઘેરી વળે ત્યારે શુદ્ધ સ્વરૂપનો વિચાર આપણામાંથી કાયરતાને ભગાડી મૂકે છે. દુર્ગાદાસ બહુ જ જિજ્ઞાસુ શ્રાવક હતો, એની વિનંતીથી જ અધ્યાત્મ-ગીતાની રચના થઈ છે. તે વખતે લાડુબેન નામની શ્રાવિકા ખૂબ જ જિજ્ઞાસુ હતી. તે એના તત્ત્વપૂર્ણ પત્રથી સમજાય છે. એ પત્ર એક પુસ્તકમાં છપાયેલો છે. સ્વગુણ ચિંતનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાલે; શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પર ઘરે તેહ મુનિ કેમ ચાલે ?” | ૨૫ | * આજે ભલે પિતાની ૨કમ છે, પણ કાલે એ પુત્રની જ થવાની, તેમ ભગવાનનું ઐશ્વર્ય અંતતોગત્વા ભક્તનું જ ભગવાનની મૂર્તિ અને ભગવાનના આગમ આપણા કહે : * * * * * * * * * * * ૫૬૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy