SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધી ઈષ્ટ વસ્તુ મળતાં સુખ મળશે, એવી જે ભ્રમણા હતી તે આત્મા મળતાં જતી રહે છે. આત્મધન મળતાં આવા સુખો – ઈન્દ્ર - ચન્દ્રાદિના સુખો પણ રોગ લાગે. કારણ કે તેણે અંદરનું સુખ જાણી લીધું છે. આવા સાધકને દીનતા કદી ન હોય. મારા આત્મ-ધનને કોઈ ચોરી શકશે નહિ, કોઈ રાજા પડાવી શકશે નહિ. કોઈ જબરદસ્તીથી આંચકી શકશે નહિ. પછી ભય શાનો ? જે મારું છે તે જવાનું નથી. જે જાય છે તે મારું નથી. પછી ભય શાનો ? ૦૩ ગુરુદેવ જતા રહ્યા પણ ગુરુદેવને પ્રત્યક્ષ કરાવનાર અણમોલ અદ્વિતીય જ્ઞાનનો ખજાનો આપે આ પુસ્તકમાં ભરી દઈને અમારા જેવા પર ઘણો ઉપકાર કર્યો છે. - સા. મુક્તિપ્રભાશ્રી નવસારી પૂજ્યશ્રીએ ગુરુ બહુમાન વિષે બહુ સરસ ઉદ્બોધન કર્યું છે. - સા. સંવેપ્રજ્ઞાશ્રી અમદાવાદ આ પુસ્તક વાંચવાથી બહુ જ પ્રસન્નતા મળી છે. - સા. શ્રેયોજ્ઞાશ્રી રાજકોટ હું ઉપકાર માનું છું : પૂ. પંન્યાસજી મ.સા. અને પૂ. ગણિ મ.સા.નો કે જેમણે ગુરુના વિરહમાં ગુરુના અમૃતરૂપી વચનોનું સંકલન કરી સાક્ષાત ગુરુ સાથે મિલન કરાવી આપ્યું. - સા. જિનાંજનાશ્રી અમદાવાદ લઈ પપ૬ = = = • = = = = = = = * * કહે કલાપૂર્ણસૂરિ-૧ = કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy