SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછવા આવ્યો. એને જોઈને બીજા પણ આવ્યા. આચાર્યશ્રીની ઊંઘ બગડી. ઊંઘ બગડતાં મન બગડ્યું. વિચારે ચડ્યા : આના કરતાં મોટાભાઈની જેમ મૂર્ખ રહ્યો હોત તો સારું હતું ! મૂર્ખના ૮ ગુણો યાદ આવ્યા. मूर्खत्वं हि सखे ममापि रुचितं तस्मिन् यदष्टौ गुणा । निश्चिन्तो बहुभोजनोऽत्रपमना नक्तं दिनं शायकः ॥ कार्याऽकार्यविचारणान्धबधिरो मानाऽपमाने समः । प्रायेणाऽऽमयवर्जितो दृढवपुः मूर्खः सुखं जीवति ॥ નિશ્ચિન્તતા, ઘણું ભોજન ખાઈ શકવાની શક્તિ, નિર્લજ્જતા, રાત-દિવસ સૂઈ રહેવાનું, કાર્ય કે અકાર્યની વિચારણા જ નહિ કરવાની, માન કે અપમાનમાં સમભાવ, રોગરહિતતા, મજબૂત શરીર, આ આઠ મૂના ગુણો છે. તેથી તે મિત્ર ! મને પણ મૂર્ખતા ગમે છે.” બસ, હવે તેમણે ભણાવવાનું બંધ કર્યું. એના કારણે આ રાજકુમાર વરદત્ત આ ભવમાં તે મૂંગો બન્યો છે. એંઠે મોઢે બોલવું, ખીસ્સામાં છાપેલા કાગળ આદિ રાખી વડી – લઘુનીતિએ જવું, અક્ષરોવાળા વસ્ત્રો પહેરવા, અખબારો પર બેસવું – ઊઠવું ઈત્યાદિ, ફોટાઓ પર પગ મૂકવા વગેરે જ્ઞાનની આશાતનાઓ છે. - શ્રુતજ્ઞાનની વિરાધના કરીશું તો બહેરા-મૂંગા બનવું પડશે. આરાધના કરીશું તો શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન સુધી લઈ જશે. 'कडं कलापूर्णसूरिए' पुस्तक मळ्यु. उपरतुं यइटल जोईने ज गमी जाय. अंदरतुं दररोजना व्याख्यान, तिथि, तारीख अने वार साथेनुं प्रवचन, जीवन आवरी ले तेवं साहित्य छे. - पंन्यास रविरत्नविजय गोपीपुरा, सुरत. પપર # # # # # # # # # # # # = કહે * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy