SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યમાં ત્રણ રીતે : (૧) સાતમા ગુણઠાણાની અપેક્ષાએ (હજુ સાત ગુણઠાણા બાકી છે) (૨) મધ્ય લોકની અપેક્ષાએ. (૩) માનવ ભવની અપેક્ષાએ. નિગોદથી નિર્વાણની યાત્રામાં માનવ-ભવ વચ્ચે છે. જો દીક્ષા ન લીધી હોત, ગૃહસ્થાપણામાં રહ્યા હોત તો કોઈકનું માનવું પડત કે નહિ ? બીજાનું માનવું સારું કે ભગવાનનું માનવું સારું ? ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવવું કે મોહની આજ્ઞાનુસાર જીવન જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે. ગુરુ જ મોહ-અંધારને હણનારા છે, સત્યજ્ઞાન આપનારા સદ્ગુરુ કેવા હોય ? શ્રુતમાં ઉપયોગવંત હોય. માત્ર ભણેલા જ નહિ, પણ ભણ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જીવનારા હોય. ચારિત્રમાં રમણ કરનારા હોય, આત્મ તત્ત્વનું આલંબન લેનારા હોય. ચૈત્યવંદન કરતાં આંખમાંથી હર્ષના આંસુ ન પડે તો તે સમજજો કે મારી ભક્તિ અધૂરી છે “ખરેખર ! આ પંક્તિને વાંચતાં તો મારા આત્માની ચોપાસ કોઈ અમેય આનંદની લહરીઓ દોડી ગઈ. - સા. સમ્યગદર્શનાથી સુરત આ પુસ્તક દ્વારા અમારામાં પાપભીરુતા, પ્રભુભક્તિ સ્થિરતા, ગુરુભક્તિમાં સમર્પિતતા, ધર્મ પ્રત્યેની દૃઢતા પ્રગટે, એ જ અંતરની અભિલાષા છે. - સા. સંવેગસાશ્રી અમદાવાદ છે કહે * * * * * * * ૫૪૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy