SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ “ોઢું નત્નિ ને વોટ્ટ !' એકલા જમ્યા, એકલા જવાના - મરતી વખતે કોણ સાથે આવવાનું ? આ જ્ઞાનાદિ ગુણો જ. તો પછી એ ગુણોને સંસ્કારના પુટ શા માટે ન આપવા ? વજસ્વામીને ત્રણ વર્ષની ઉંમરે ૧૧ અંગ શી રીતે યાદ રહી ગયા ? આટલી બુદ્ધિ ક્યાંથી મળી ? તિર્યજાંભકના પૂર્વજન્મમાં રોજ પુંડરીક – કંડરીક અધ્યયનનું પ00 વાર પુનરાવર્તન કરતા, જે અષ્ટાપદ પર ગૌતમસ્વામીના મુખે સાંભળેલું હતું. અધ્યાત્મ ગીતા : એમ ઉપયોગ વીર્યાદિ લબ્ધિ, પરભાવ રંગી કરે કર્મવૃદ્ધિ; પરદયાદિક યદા સુહ વિકલ્પ, તદા પુણ્યકર્મતણો બંધ કલ્પ || ૧૫ | પૌદ્ગલિક લાભ (ધનાદિ) મળતાં જીવ ગૌરવ આનંદ અનુભવે છે : હું સુખી થયો. પણ ખરેખર એ દુઃખનું મૂળ છે, તે જીવ સમજતો નથી. જીવની મુખ્ય બે શક્તિઓ છે. (૧) ઉપયોગ શક્તિ – જ્ઞાન. (૨) વીર્ય શક્તિ – ક્રિયા. આ બંને શક્તિઓને આપણે પરભાવ સંગી બનાવી દીધી છે. તેના દ્વારા કર્મો જ વધાર્યા છે. પુણ્યકર્મ સ્વર્ગે પહોંચાડે, પણ મોક્ષે જવું હોય તો આત્મશુદ્ધિ જન્ય ગુણો જોઈએ. એના માટે સદ્દગુરુ - યોગ જોઈએ. હિંસા બે પ્રકારે : (૧) દ્રવ્ય : જીવ-હિંસા (૨) ભાવ : ગુણ-હિંસા આવેશ કરીએ છીએ ત્યારે ભાવપ્રાણની હિંસા કરીએ છીએ તે ભૂલી જઈએ છીએ. દ્રવ્યહિંસા કરતા પણ આ ભાવહિંસા ખતરનાક છે. બીજાને ગુસ્સે કરીએ તે પણ હિંસા છે. બીજાને મારવાથી ૫૩૪ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy