SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ - લાકડું જડ છે, એ પોતાનો સ્વભાવ નહિ છોડે. પાણીમાં નાખશો તો પોતે પણ તરશે ને પોતાને વળગનારને પણ તારશે. જ્ઞાની પણ લાકડા જેવો છે. પોતે પણ તરે, અન્યને પણ તારે. - ત્રણ પ્રકારના જીવો. (૧) અતિપરિણત : ઉત્સર્ગ માર્ગ : બળેલી રોટલી. શક્તિથી પણ વધુ કરનાર. (૨) અપરિણત : અપવાદ માર્ગ : કાચી રોટલી. શક્તિ જેટલું પણ નહિ કરનાર. (૩) પરણિત : સમતોલ.પાકી રોટલી, શક્તિ પ્રમાણે કરનાર. = કેવળી ભગવંતે જે જ્ઞાનથી જોયું, તેનાથી અન્યથા વિધાન કરવાથી જિજ્ઞાભંગાદિ દોષો લાગે છે. આ દોષ પ્રાણાતિપાતાદિથી પણ વધી જાય. કારણ કે અહીં ભગવાન પ્રત્યે અશ્રદ્ધા થઈ. પોતાની જાત કે પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા થઈ, ભગવાન પર ન થઈ. ભગવાન ભૂલ્યા' એ શબ્દ ક્યારે નીકળે ? મિથ્યાત્વનો ઘોર ઉદય હોય ત્યારે. ભગવાન ભૂલ્યા' એવું વાક્ય જમાલિ ભગવાનની હાજરમાં બોલેલા. આભિનિવેશિક મિથ્યાત્વથી ગ્રસ્ત બન્યા. ઉસૂત્ર પ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. પ્રશ્ન : બીજી (જૈનેતર) ધ્યાન પદ્ધતિમાં મિથ્યાત્વ લાગે ? ઉત્તર : બીજી ધ્યાન પદ્ધતિ સ્વીકારવાનું મન ક્યારે થાય ? ભગવાન પર અશ્રદ્ધા થાય ત્યારે. મારી પાસે બીજી ઘણી ધ્યાન-પદ્ધતિઓ આવી છે. મેં કદી તે તરફ નજર નથી કરી, કોઈને પૂછ્યું ય નથી. જે મળશે તે ભગવાન તરફથી જ મળશે, એવો વિશ્વાસ પહેલેથી જ હતો. ૦ યુગપ્રધાન આચાર્યશ્રી મંગુ અમુક ક્ષેત્રમાં રહેવાથી રસનાને પરાધીન બન્યા. રાત-દિવસ ખાવાનો જ વિચાર. ૫૦૬ = = * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧ *
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy