SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવચનથી વિરુદ્ધ થઈ જે અયોગ્યને શિષ્યના લોભથી દીક્ષા આપે તે ગુરુ ચારિત્રી અને તપસ્વી હોય તો પણ તે સ્વચારિત્ર ગુમાવે છે. બીજા પર - ઉપકાર કરવા તો ગયા, પણ એ તો ન થઈ શક્યો, સ્વ - ઉપકાર પણ ગયો. ચમાર, ભીલ, ઢેઢ વગેરે અકુલીન દીક્ષા માટે નિષિદ્ધ છે, છતાં લોભ - દોષથી દીક્ષા અપાઈ જાય તો ગુરુનું પણ ચારિત્ર જાય. એવાને વડી દીક્ષા અપાઈ જાય તો આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને વિરાધના આ બધા દોષો લાગે. વડી દીક્ષા પછી ખબર પડે તો માંડલીમાં પ્રવેશ નહિ આપવો. સંવાસ નહિ કરવો. સંવાસ થઈ જાય તો ભણાવવો નહિ. અસાધ્ય રોગ જાણ્યા પછી વૈદ્ય ઈલાજ ન કરે તેમ. આવા રોગીની ઉપેક્ષા કરવાપૂર્વક તેનો બહિષ્કાર કરવો એ જ ઈલાજ છે. અધ્યાત્મ ગીતા : ઋજુ સુઈએ વિકલ્પ, પરિણામી જીવ સ્વભાવ, વર્તમાન પરિણતિમય, વ્યક્ત ગ્રાહક ભાવ; શબ્દ નયે નિજ સત્તા, જોતો ઈહતો ધર્મ, શુદ્ધ અરૂપી ચેતન, અણગ્રહતો નવ કર્મ. | ૮ || ઋજુસૂત્ર વિકલ્પરૂપે વર્તમાન પરિણતિને ગ્રહણ કરે છે. સાધુ - વેષ હોય પણ વર્તમાનમાં સાધુભાવ ન હોય તો ઋજુસૂત્ર સાધુ ન માને. ઈણિ પરે શુદ્ધસિદ્ધાત્મ રુપી, મુક્તપરશક્તિ વ્યક્ત અરૂપી; સમકિતિ દેશવ્રતી, સર્વ વિરતિ, ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રીતિ..” ૯ || વીર્ય શક્તિ સત્તામાં રહેલી છે. પણ વ્યક્તરૂપે તે દેખાતી નથી. સમ્યગ્દષ્ટિ દેશ અને સર્વવિરતિધરો સાધ્યરૂપ તત્ત્વ પ્રત્યે પ્રીતિવાળા હોય છે. સમકિતિને આત્મસત્તાનો ખ્યાલ હોય. કારણ કે સ્વસત્તાનો ખ્યાલ આવે ત્યારે જ સમકિત આવે. એકવાર ખ્યાલ આવી જાય કે ઘરમાં ખજાનો દટાયેલો છે. તો સ્વાભાવિક છે : માણસને તે બહાર કાઢવાની ઈચ્છા થાય. ૪૯૮ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy