SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાને ભણાવશો એટલે તમે જ ફરી ભણશો. તમારું જ્ઞાન સુરક્ષિત બનશે. હું જે વાચનાદિમાં પદાર્થો કહું છું તે ટકે છે, બીજા ચાલ્યા જાય છે. અહીં આપણે ૧૧૦ સાધુ-સાધ્વીજીઓ છીએ. ૧૫-૨૦ વૃદ્ધોને એક બાજુએ મૂકી દઈએ તો બીજા તો ભણે-ભણાવી શકે તેવા છે ને ? આ રીતે જે ભણે-ભણાવે તેને શું મળે, જાણો છો ? તીર્થકર નામકર્મ પણ તે બાંધી શકે, એમ હરિભદ્રસૂરિજી કહે છે. - ગુરુની ભક્તિ ન કરો તો ભગવાન ન મળે. ભગવાન મેળવી આપનાર ગુરુ છે. ગુરુ ભક્તિના પ્રભાવથી જ પરમગુરુનો યોગ થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે : ગુ - વિUI નોવFaો !' યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે : ગુરુભક્તિના પ્રભાવથી તીર્થકરનું દર્શન થાય. आयपरसमुत्तारो आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते अव्वोच्छित्ती य तित्थस्स ॥ ५६५ ॥ एत्तो तत्थयरत्तं सव्वन्नुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं सज्झाओ होइ णायव्वो ॥ ५६६ ॥ - પંચવસ્તક અધ્યાત્મ ગીતા : નૈગમ નય અંશથી પણ પૂર્ણ માને. આઠ પ્રદેશો શુદ્ધ છે માટે બધા જીવ શુદ્ધ છે. વ્યવહાર નય ભેદ પાડે. સિદ્ધ શુદ્ધ છે. સંસારી અશુદ્ધ છે. અશુદ્ધના પણ ભેદો. અશુદ્ધપણે પણ-સય તેસઠી ભેદ પ્રમાણે, ઉદય વિભેદે દ્રવ્યના ભેદ અનંત કહાણ; શુદ્ધપણે ચેતનતા, પ્રગટે જીવ વિભિન્ન, ક્ષયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક અનંત. . પ .. પ૬૩ સિવાય આગળ વધીએ તો અશુદ્ધ જીવોના અનંતા ભેદો પણ થઈ શકે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * ૪૯૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy