SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂત્રમાં આખું પ્રતિક્રમણ સમાયેલું છે, એમ કહીએ તો પણ ચાલે. અધ્યાત્મ ગીતા : સંગ્રહે એક આયા વખાણ્યો, નૈગમે અંશથી જે પ્રમાણ્યો; વિવિધ વ્યવહાર નય વસ્તુ વિહંચે, અશુદ્ધ - વળી શુદ્ધ ભાસન પ્રપંચે. | ૪ . આજે નય, નિક્ષેપ, પ્રમાણ ઈત્યાદિનું જ્ઞાન બહુ જ ઓછું રહ્યું છે. પૂ. દેવચન્દ્રજી આ જ્ઞાનના તલસ્પર્શી અભ્યાસી છે. સંગ્રહ નયથી આત્મા એક છે. નવતત્ત્વમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬ પ્રકારે આત્મા બતાવ્યા છે. અપેક્ષા બદલાતી જાય તેમ ભેદ પણ બદલાતા જાય. અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ દશ્ય નજરે ચડે તેમ અલગ-અલગ દૃષ્ટિકોણથી અલગ-અલગ ભેદ જણાય. જૈન દર્શનને સારી રીતે સમજવું હોય તેણે અપેક્ષા સમજવી જ પડશે. કઈ વાત કઈ અપેક્ષાએ કહેવાઈ છે ? એ જ જે ન જાણે, તે પાટ પર શું બોલશે ? નયવાદ એચલે અપેક્ષાવાદ. નય એટલે દૃષ્ટિકોણ. નગમ નય અંશથી આત્મા માને છે. વ્યવહાર નય જીવોના વિભાગ પાડે છે. જો બધા એક જ છે, તો સાધનાની જરૂર શી ? ભક્ત અને ભગવાન, ગુરુ અને શિષ્ય, સિદ્ધ અને સંસારી આવા ભેદો શા માટે ? - આ વ્યવહારની દલીલ છે. એની અપેક્ષાએ એ દલીલ સાચી છે. મૈત્રી આદિ ભાવના માટે સંગ્રહનયને આગળ ધરવો. પાલનમાં વ્યવહાર નય. હૃદયમાં નિશ્ચય નય, અપનાવે તે નયવાદ સમજ્યો છે, એમ કહેવાય. ઘરના માજી બધાને એક સરખું ન પીરસે, જેને જેટલું કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૪૮૯
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy