SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયથી કરાતી કોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ જ છે. - સ્વાધ્યાયથી સાત મહાન લાભ : (૧) આત્મહિતનું જ્ઞાન. (૨) પારમાર્થિક ભાવ સંવર. (૩) નવું જાણવાથી અપૂર્વ સંવેગની વૃદ્ધિ. (૪) નિષ્કપતા. (૫) ઉત્કૃષ્ટ તપ. (૬) કર્મની નિર્જરા. (૭) પરોપદેશ - શક્તિ . = સ્વાધ્યાય ઉપયોગપૂર્વકનો હોવો જોઈએ. પોપટીયો પાઠ ન ચાલે. ઉપયોગપૂર્વક તમે મુહપત્તિના ૫૦ બોલ પણ બોલો તોય કામ થઈ જાય. હું કહું છું કે માત્ર એક જ બોલ પર વિચારો : સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદ્દહું' આના પર વિચારશો તો લાગશે : સમગ્ર જૈનશાસન આમાં સમાયેલું છે. માત્ર બાહ્ય ક્રિયાથી, નિષ્માણ ક્રિયાઓથી મોક્ષ મળી જશે, એમ માનતા નહિ, એમાં પ્રાણ પૂરવા પડશે. અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તન – મલ તોલે; મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે.' અધ્યાત્મ વગરની ક્રિયા એટલે શરીર પરનો મેલ ! એવી શુષ્ક ક્રિયાનું પણ અભિમાન કેટલું ? મારા જેવી કોઈની ક્રિયા નહિ ! ભગવાનને પરોપકારનું વ્યસન હોય છે, તે કેટલાંક દૃષ્ટાંતોથી જણાશે. ના પાડતાં છતાં ચંડકૌશિકને પ્રતિબોધવા ગયા, શૂલપાણિ, હાલિક વગેરેને પ્રતિબોધ્યા. સંગમને ન પ્રતિબોધી શકવા બદલ આંસુ સાર્યા. ભગવાન આવા પરાર્થવ્યસની, આપણે કેવા ? સાચું જ્ઞાન તે જ જે ગુપ્તિએ ગુપ્ત અને સમિતિથી સમિત બનાવે. કહે કલાપૂર્ણસૂરિ-૧ = = - - - * * * * * * * ૪૮૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy