SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્વાધ્યાયથી થતા લાભ : આત્માના હિતનું જ્ઞાન, અતિથી નિવૃત્તિ. નફો-તોટો વેપારી જાણે તેમ સાધુ આત્માનું હિતાહિત જાણે. હિંસા, જૂઠ આદિ અહિતકર છે. અહિંસા, સત્ય આદિ હિતકર છે. સતત - આટલું નજર સામે રાખીને સાધુએ જીવવાનું છે. છજીવ નિકાયમાં સ્વ આત્માનું દર્શન ન થાય ત્યાં સુધી દીક્ષા માટે લાયકાત પેદા થઈ ન ગણાય. માટે જ વડી દીક્ષા પહેલા ૪ અધ્યયન શીખવા જરૂરી છે. જ સમાધિ એટલે ચિત્તની પ્રસન્નતા ! વિનય, શ્રત, તપ અને આચારથી ચિત્તની પ્રસન્નતા વધે છે. માટે જ દશવૈકાલિકમાં તેને સમાધિ કહ્યાા છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ ઈત્યાદિ. વિનય સમાધિનું કારણ છે, માટે વિનય-સમાધિ. ગુરુનો વિનય નહિ કરનાર કૂલવાલક, ગોશાલક સમાધિ મેળવી શકે? વિનયનું ફળ સમાધિ. અવિનયનું ફળ સંયમથી પતન ! વિદ્યાથી નહિ, વિનયથી માણસ શોભે, વિનીત ન હોય તો શ્રીમંત પણ ન શોભે, ધીમંત (બુદ્ધિશાળી) પણ ન શોભે. બધા ગુણો વિનય સાથે હોય તો જ દીપે. ચારિત્રનિષ્ઠ બનવું હોય તેણે રોજ સ્વાધ્યાય કરવો જ રહ્યો. જ્ઞાનની મહત્તા માટે જ ૨૦ સ્થાનકમાં ૩ સ્થાન જ્ઞાન માટે બતાવ્યા છે. જ્ઞાનસારમાં જ્ઞાન, વિદ્યા, અનુભવ આ ત્રણે અષ્ટક જ્ઞાન માટેના છે. - નવા નવા ભાવો જાણવાથી સ્વાધ્યાય મગ્ન મુનિનું ચિત્ત આનંદિત થતું રહે છે. કમાણીના સમાચાર મળે તેમ તેમ તમે રાજી થાવ ને ? તેમ જ્ઞાનીઓ જ્ઞાનવૃદ્ધિથી રાજી થાય. જ્ઞાનથી શ્રદ્ધા વધે. જાણ્યા પછી તે પદાર્થ પર આપણો વિશ્વાસ અતિ દઢ થતો જાય છે. ૪૮૨ * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy