SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ बेंगलोर- राजाजीनगर में प्रवेश, वि. આસો વદ ૬-૭ ૩o-૧૦-૧૯૯૯, શનિવાર પૂર્વાચાર્યોએ સાચવી રાખ્યું, પોતાના શિષ્યોને આપ્યું માટે શ્રુતજ્ઞાનનો કાંઈક પણ વારસો આપણને મળ્યો છે. આ વારસો આપણે પણ આપણા અનુગામીને આપવો જોઈએ. ન આપીએ તો ગુનેગાર ઠરીએ. શાસન હજુ સાડા અઢાર હજાર વર્ષ ચાલશે, તે આ શ્રુતજ્ઞાનના આધારે. શ્રુતજ્ઞાન માત્ર વાંચી-વંચાવીને ટકાવવાનું નથી, જીવીને પણ ટકાવવું છે. વાંચવા વંચાવવા કરતાં શ્રુતજ્ઞાન પ્રમાણે જીવાતું જીવન ઘણું અસરકારક બને છે. અમને પૂ. કનકસૂરિજીના જીવન દ્વારા જ ઘણું ઘણું જાણવાનું મળ્યું છે. પ્રત્યક્ષ જીવન અન્ય માટે મોટું આલંબન છે. • સ્વાધ્યાય સાધુનું જીવન છે. આડુંઅવળું વાંચવું સ્વાધ્યાય ન ગણાય. સ્વાધ્યાયના ટાઈમે તો સ્વાધ્યાય કરવાનો જ, પણ વચ્ચે વચ્ચે પણ જ્યાં જ્યાં સમય મળે, ત્યાં ત્યાં સ્વાધ્યાય કરવાનો છે. વેપારી જેમ દરેક તકમાં નફો કેમ રળવો ? તે જુએ, કહે ? * * * * * * * * * * * * ૪૦૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy