SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક આપણને યુદ્ધમાં જીતવાની કળા શીખવે ધ્યાન દ્વારા પ્રભુનો સ્પર્શ કરવો તે સમાપત્તિ છે. ઈન્દ્રિયો દ્વારા વિષયોનો સ્પર્શ ઘણીવાર કર્યો. હવે ઈન્દ્રિયોને પ્રભુ-ગામી બનાવવી છે, પ્રભુ-સ્પર્શી બનાવવી છે. આંખથી Tv. આદિ બહુ જોયા, હવે પ્રભુને જોવા છે. બીજા ગીતો ઘણા સાંભળ્યા, હવે જિન-વાણી સાંભળવાની છે. આડું અવળું ઘણું વાંચ્યું, હવે જિનાગમ વાંચીએ. બીજાની ખુશામત ઘણી કરી, હવે આ જીભથી પ્રભુના ગુણ ગાવા છે. જગતના સ્પર્શે ઘણા કર્યા, હવે આપણે પ્રભુ-ચરણનો, ગુરુ-ચરણનો (“અહો કાય કાય”એ ગુરુ-ચરણની સ્પર્શના જ છે. ગુરુને તકલીફ ન પડે માટે ઓઘામાં ચરણોની સ્થાપના કરવાની છે) સ્પર્શ કરવાનો છે. આગળ વધીને આત્માના શુદ્ધ સ્વભાવનો સ્પર્શ કરવાનો છે. સિદ્ધોના શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ કરવાનો છે. સિદ્ધો માને : જગતના જીવોએ અમને અહીં પહોંચાડ્યા. નહિ તો અમે અહીં ક્યાંથી ? દાની માને : લેનાર ન મળ્યા હોત તો અમે શું કરત ? ગુરુ માને : શિષ્યો ન હોત તો હું કોને ભણાવત ? કોને બોધ આપત ? શિષ્ય માને : ગુરુએ મને સેવાનો કેવો ઉત્તમ લાભ આપ્યો ? આવી વિચારણાથી ક્યાંય કોઈને અભિમાન ન આવે. સૌ સૌનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોય. બીજાનો દૃષ્ટિકોણ આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે દોષભાગી બનીએ છીએ. શક્તિ હોવા છતાં પચ્ચકખાણ ન કરીએ તો આપણું અણાહારી પદ વિલંબમાં મૂકાશે. ઘણીવાર શક્તિ હોવા છતાં આપણે થોડાકથી ચૂકી જઈએ છીએ. ૪૦૪ * * * * * * * * * * ૬
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy