SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ પણ ઘણીવાર શિષ્યનો નિગ્રહ કરે તે આ રીતે. તેને વધુ દોષથી બચાવવા. શિષ્યને ત્યારે ભલે ન સમજાય, પણ ગુરુના નિગ્રહમાં તેનું કલ્યાણ જ છૂપાયેલું હોય છે. - સંયમ ઢાલ છે. તપ તલવાર છે. કર્મોના હુમલા વખતે આ તલવાર અને ઢાલ સાથે રાખવાના છે, તેનો ઉપયોગ કરવાનો છે. યુદ્ધ મેદાનમાં રજપૂતો કેસરીયા કરીને તૂટી પડે. તેનો એક જ નિર્ધાર હોય : કાં વિજય મેળવીને આવીશ. કાં શહીદ બનીશ. કાયર નહિ બનું. સાધકનો પણ આવો જ નિર્ધાર હોય તો જ કર્મ-શત્રુ પર જીત મળી શકે. હવે હદ થઈ ગઈ. હવે મારે કર્મસત્તાના અંડરમાં રહેવું નથી જ. બહુ થઈ ગયું. અનંતો કાળ વીતી ગયો. હવે ક્યાં સુધી આ ગુલામી સહવી ?' દંપતિયામિ, વાર્થ વા થયામિ ' “ર યા મને !' એમ વિચારીને સાધક કર્મ-કટક પર તૂટી પડે. જ્ઞાન ભણવામાં, વેયાવચ્ચમાં, ધ્યાનમાં બધા જ અનુષ્ઠાનોમાં આવો ઉત્સાહ જોઈએ. તો જ તમે જીત મેળવી શકો. ઉત્સાહ વિના તપ થઈ શકે નહિ. ૪૮ લબ્ધિઓ તપથી જ પ્રગટે. પ્રશ્ન : અત્યારે કેટલી લબ્ધિ પ્રગટે ? ઉત્તર : મુનિઓ એવા હોય કે લબ્ધિ પ્રગટે તો પણ કહે નહિ. લબ્ધિ દેખાડવાની ઈચ્છા હોય તેવાને લબ્ધિ ન પ્રગટે. અત્યારે પ્રગટતી નથી, કારણ કે એટલી નિઃસ્પૃહતા અત્યારે નથી રહી. શાસન-પ્રભાવનાના બહાના હેઠળ પણ અહંકારની પ્રભાવના જ કરવાની ઈચ્છા છુપાયેલી હોય છે. અત્યારે તમે સંયમનું સારું પાલન કરો, એ પણ મોટી લબ્ધિ ગણાશે. ભરતને નવ નિધાન વગેરે મળેલા તે પૂર્વજન્મમાં કરેલી વૈયાવચ્ચ રૂપ તપ સાધનાનું ફળ હતું. ૪૬૬ * * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy