SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ હૃદયમાં વસાવો એટલે બધી લબ્ધિઓ અને સિદ્ધિઓ તમારા હાથમાં છે. તપપદ : જાગંતાં તિહું નાણ સમગહ. આજે જૈન સંઘમાં તપનો ખૂબ મહિમા છે. ને એ હોવો જ જોઈએ. એથી જ આપણે ઊજળા છીએ. મનની નિર્મળતા આપનાર તપ છે. ભગવાન જેવા ભગવાન પણ, તે ભવે મોક્ષમાં જનારા છે, એમ જાણતા હોવા છતાં ઘોર તપ કરે છે, તેનું કારણ શું ? તપનો મહિમા સમજવા તીર્થકરોનું જીવન જ બસ થઈ પડે. ભગવાન મોક્ષમાં જવાનો છું, એમ જાણે છે, તેમ કર્મક્ષય વિના મોક્ષ નથી એમ પણ જાણે છે, કર્મક્ષય તપ વિના નહિ થાય, એ પણ જાણે છે. ઘણા કહે છે : અમે આલોચનામાં તપ તો નહિ કરી શકીએ. કહેશો તેમ પૈસા ખર્ચી દઈશું. આમ ચાલે ? કર્મ-નિર્જરાનું તપ અનન્ય સાધન છે. * તપ જિન-શાસન દીપાવનાર છે. આઠ પ્રભાવકોમાં તપસ્વી પણ પાંચમો પ્રભાવક છે. એ કેવો હોય ? તપગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નહિ જિન-આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ.” તપ-ગુણથી ઓપે, ધર્મને રોપે, ભગવાનની આજ્ઞા ગોપે નહિ, આશ્રવ લોપે અને કદી કોપે નહિ તે સાચો તપસ્વી છે. 'कडं कलापूर्णसूरिए' नकल एक प्राप्त थई छे. श्रुतभक्तिनी खूब खूब अनुमोदना. - आचार्यश्री कल्याणसागरसूरि नारणपुरा, अमदावाद. કહે : = = = = x # # # ૪૬૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy