SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ભમરો પુષ્પ-રસ પીએ તેમ આચાર્ય પરમાનંદનો રસ પીએ છે, આથી જ તેઓ તાજા છે. આચાર્ય સાધ્યમાં અત્યંત એકનિષ્ઠ હોય છે. ગમે તેવા વિપ્નોમાં પણ ધ્યેય-નિષ્ઠા છોડતા નથી. - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં જેમ-જેમ વીર્ય ફોરવીએ તેમ તેમ આપણું વીર્ય વધે, ઘટે નહિ. ચાલવાથી કદી પગ ટૂંકા થયા ? આજ સુધી કેટલા કિલોમીટર ચાલ્યા ? પગ ટૂંકા થયા ? આંખથી કેટલું જોયું ? આંખ ટૂંકી થઈ ? ગમે તેટલું કરો શક્તિ ઘટશે નહિ, પ્રત્યુત વધશે. ઉર્દુ કામ નહિ કરો તો શક્તિ ઘટશે. ફૂલો ચૂંટવાનું બંધ કરો... કૂવામાંથી પાણી લેવાનું બંધ કરો... ગાય દોહવાનું બંધ કરો... શું થશે...? એ આપવાનું બંધ કરી દેશે. કામ કરવાનું બંધ કરો. તમે કટાઈ જશો. ઘણા દાનવીરો કહે છે : “આપવાથી સંપત્તિ વધતી જ જાય છે. આ અમારો અનુભવ છે. એટલે જ અમે આપતા જ રહીએ છીએ...” આ વિનિયોગનો આનંદ છે. વર છત્રીશ ગુણે કરી સોહે, યુગ-પ્રધાન મન મોહે; જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોવે.' યુગપ્રધાન સ્વરૂપ આચાર્ય ૩૬ ગુણથી શોભતા હોય છે, જગતને પ્રતિબોધતા રહે છે. ક્ષણ પણ ગુસ્સો કરતા નથી. નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય.” આચાર્ય અપ્રમત્ત થઈ ધર્મ-દેશના આપે છે. નિંદા કે કષાયની વાત નથી. તેઓ નિર્માયી, નિર્મળ અને નિષ્કલંક છે. જે દીએ સારણ-વારણ... આચાર્ય શિષ્યોને સારણા-વારણાદિ દ્વારા સન્માર્ગે લાવે. ૪૪ * * * * * * * * * * * * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy