SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિશ્વમાં નવપદ જેવું કોઈ આલંબન નથી. જેટલા ધ્યાનના આલંબન છે, તેમાં નવપદની તોલે કોઈ ન આવે. માત્ર નામ લો, તો પણ કર્મ ખપે, ધ્યાન ધરો તો પૂછવું જ શું ? ધ્યાન-વિચારમાં પદ ધ્યાન : પંચ પરમેષ્ઠીનું ધ્યાન અને પરમપદ ધ્યાન : પોતાના આત્મામાં જ પંચ પરમેષ્ઠી જોવા તે, એ રીતે જણાવાયું છે. લાખોપતિની સંપત્તિના ધ્યાનથી કે દર્શનથી તમને એકેય રૂપિયો તો ન મળે, પણ કર્મ ચોટે. શેઠ ને સામંતો પ્રત્યે રાગાદિ કરવાથી તમને પ્રાતત્યકી ક્રિયા લાગે, જયારે નવપદના ધ્યાનથી આત્મામાં જ તે ઋદ્ધિ પ્રગટ થવા માંડે છે. કોઈપણ કાર્યમાં છેવટનું લક્ષ્ય આ જ હોય છે : આના જેવો હું કેમ બને ? નવપદના ધ્યાનમાં આ જ લક્ષ્ય હોવું જોઈએ. શેઠને ત્યાં નોકરી કરતો નોકર “હું શેઠ બનું' એવી ભાવના ધરાવે, તેમ અહીં પણ હું એના જેવો ક્યારે બને ? તેવી ભાવના હોવી જોઈએ. ભગવાને ધર્મને વશ કર્યો છે. જેમ ઘોડેસવાર ઘોડો વશ કરે. એને જોતાં જ ઘોડો સીધો ચાલવા લાગે. ધર્મને પણ ભગવાને એ રીતે પોતાને વશ કર્યો છે. ભગવાન વિના તમે ક્યાંયથી ધર્મ મેળવી શકો નહિ. ભગવાનનો આત્મા એટલે શુદ્ધ આત્મદ્રવ્ય. દ્રવ્ય કદી ગુણથી જુદું ન હોય, જેમ વસ્ત્ર કદી તંતુ-રૂપ વગેરેથી જુદું નથી હોતું. આત્મદ્રવ્યનો ગુણ ચેતના છે. જાણવું, જોવું એનો ગુણ છે. એ સ્વ-પર પ્રકાશક છે. સચરાચર જાણવા છતાં આશ્ચર્ય છે : ભગવાનને જાણવાની કોઈ ઉત્સુકતા નથી હોતી, પરમ ઔદાસી માં તેઓ સ્થિત હોય છે. કેવળજ્ઞાનની પહેલા જ પરમ ઉદાસીનતા ૧૨મા ગુણઠાણે આવી જતી હોય છે. વીતરાગતા આવે પછી ૪૧૨ * * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧ *
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy