SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ મદ્રાસમાં એવી હાલત થયેલી, તબિયત એટલી ખરાબ થયેલી કે જવાની તૈયારી, મુહપત્તિના બોલ પણ ન બોલી શકું. આવી અવસ્થામાં મને ઉગારનાર કોણ ? મા સિવાય કોણ ? ભગવાનમાં હું “મા”ના દર્શન કરું છું. એમણે આવીને મને બચાવી લીધો. આજે મને લાગે છે : ભગવાને મને જાણે પુનરાવતાર આપ્યો. “મને વિષ્ણUTIો, માયારે વિયેય – સદાયેત્ત' નિર્યુક્તિમાં આમ શ્રી ભદ્રબાહુસ્વામીએ પંચ પરમેષ્ઠીના ગુણો ગણાવ્યા છે. અરિહંત માર્ગદાતા છે. સિદ્ધ અવિનાશી છે. આચાર્ય આચાર-પાલક અને આચાર-પ્રસારક છે. સ્વયં વિનીત ઉપાધ્યાય ભગવંતો વિનય-દાયક છે. उपाध्यायानां तु नमस्कारार्हत्वे विनयो हेतुः, यतस्तान स्वयं विनीतान् प्राप्य कर्मविनयनसमर्थविनयवन्तो भवन्ति देहिन :। - આવશ્યહારિભદ્રીયવૃત્તિ ઉપાધ્યાયની નમસ્કરણીયતામાં વિનય હેતુ છે. કારણ કે સ્વયં વિનીત ઉપાધ્યાયને પામીને જીવો કર્મનો નાશ કરનાર વિનયવાળા બને છે. (પૂ. પ્રદ્યુમ્નસૂરિજીએ “વિનયન”નો અર્થ વિનિયોગ-જ્ઞાનનો વિનિયોગ કરવાનો એવો કર્યો છે.) સાધુ મોક્ષ-માર્ગમાં સહાયતા કરનારા છે. બીજાનું જ્ઞાન આપણામાં શી રીતે સંક્રાન્ત થાય ? વિનયથી, બહુમાનથી. વિનય હશે તો જ્ઞાન આવવાનું જ છે. માટે જ જ્ઞાનની બહુ ફિકર નહિ કરતા, વિનયની કરજો. નવકાર વિનય શીખવે છે. નવકાર વિનયનો મંત્ર છે. નવકાર અક્કડ જીવોને ઝૂકવાનું શીખવે છે. નવકાર વારંવાર કહે છે : નમો... નમો... નમો... નમશો તો ગમશો, નહિ તો ભવમાં ભમશો. એકવાર નહિ, છ વાર “નમો'નો પ્રયોગ નવકારમાં થયેલો છે. ૩૬૮ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy