SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન કૃષ્ણ છે. કારણ કે કર્મોનું કર્ષણ કરે છે. ભગવાન રામ છે. કારણ કે આત્મ સ્વરૂપમાં સતત રમણ કરે છે. લોક કરતાં અનંતગણો અલોક છે. તેવા અનંત લોક + અલોકોને ઉપાડી ક્યાંય ફેંકી દે, એવી શક્તિ પરમ આત્માના એક આત્મપ્રદેશમાં છે. વારંવાર બોલાતા દેવ-ગુરુ પસાયનો અર્થ શો ? એ જ કે કાંઈ થયું છે તેમાં ભગવાનની કૃપા છે. મારું કશું નથી. આપણે વારંવાર આ શબ્દ બોલીએ તો છીએ, પણ જીવન સાથે તેનો કોઈ સંબંધ રાખ્યો નથી. દરેક કાર્યોની સફળતામાં દેવ-ગુરુ યાદ આવે ખરા ? સાચું કહેજો. - સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ આધાર; મન વિશરામી વાલો રે, આતમ ચો આધાર. આત્માના આધારરૂપ, મનના વિશ્રામરૂપ, પરમ આધારરૂપ સમર્થ સાહેબ જિનેશ્વર દેવના દર્શન કર્યા એટલે સર્વના દર્શન કર્યા. એ દર્શન થયા પછી T.V. વગેરે જોવાનું મન થાય ? T.V. જોવાનું મન થાય તો સમજજો : હજુ ભગવાનને જોયા જ નથી. (ટી.વી.ની બાધા અપાઈ) * અભય, ગુણપ્રકર્ષવાળા અને અચિત્ય શક્તિમાનું ભગવાન છે. પણ એથી બીજાને શો લાભ ? ભગવાન પરોપકારના સ્વભાવવાળા પણ છે. આપણી જેમ સ્વાર્થમાં જ મસ્ત થઈને રહેનારા પ્રભુ નથી. આપણને જેમ ચા આદિનું વ્યસન છે તેમ પ્રભુને પરોપકારનું વ્યસન છે. પ્રભુનો સંગ કરીએ તો એમનું વ્યસન આપણામાં ન આવે ? દારૂડીઆ સાથે રહેતો માણસ દારૂનો વ્યસની બને તો પ્રભુનો પ્રેમી પરોપકાર-વ્યસની ન બને ? ન બને તો સમજવું ઃ પ્રભુનો સંગ થયો જ નથી. - અભિમાન મહાન માણસને પણ નીચે પછાડે છે. ૩૫૬ * * * * * * * * * * * કહે.
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy