SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થના કાર્યો કરનારા અમારા સંપર્કમાં આવ્યા છે ને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. દુઃખી જોઈને તમારું હૃદય કંપી ન ઉઠે તો યું ધ્યાન કહેવાય ? દુર્થાન કે શુભ ધ્યાન ? જે ધ્યાન તમને દુઃખી પ્રત્યે સંવેદનશીલ ન બનાવે તે ધ્યાન ખાડામાં પડો ! એવા ધ્યાનથી ચેતજો, જે તમને જગતથી નિરપેક્ષ બનાવી દે, તમારા હૃદયને નિષ્ફર બનાવી દે. - સમુદ્રઘાત વખતે કેવલજ્ઞાની ૪થા સમયે સર્વલોકવ્યાપી છે. સમુદ્યાત દ્વારા આખા લોકને પવિત્ર કરે છે. તે વખતે મંદિર + મૂર્તિમાં પણ વ્યાપે કે નહિ ? કેવલજ્ઞાનરૂપે ભગવાન મંદિર કે મૂર્તિમાં પણ અવતર્યા કહેવાય. તે વખતે પોતે પવિત્ર કાર્મણ વર્ગણાને છોડે છે, એ પવિત્ર પુદ્ગલો આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. એ પવિત્ર પુગલોને જ્ઞાની જ જાણી શકે. ભગવતીમાં હમણા જાણવા મળ્યું : આત્મા તો અગુરુલઘુ છે, પણ ભાષા-મન-કાર્પણ વર્ગણાના પુગલો પણ અગુરુલઘુ છે. એટલે જ સર્વત્ર તે અપ્રતિહત છે. એ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ જઈ શકે છે. ચતુઃસ્પર્શી પુદ્ગલો અગુરુલઘુ. આઠ સ્પર્શી ગુરૂલઘુ હોય છે. ૦ ૧લી માતા તમને પ્રિય અને સત્ય વાણી આપે છે. પ્રિય અને સત્ય વાણીથી જગત તમારું મિત્ર બનશે, સામેથી બધા દોડતા આવશે. ઘણીવાર પત્રકારો મને પૂછે : શું તમે કોઈ વશીકરણ કરો છો ? લોકો કેમ દોડતા આવે છે ? હું કહું છું : કોઈ વશીકરણ નથી. વશીકરણ હોય તો પણ એ મંત્ર કે કામણ વગરનું છે. એક સુભાષિતકારે કહ્યું છે : न हीदृशं संवननं त्रिषु लोकेषु विद्यते । दया मैत्री च भूतेषु, दानं च मधुरा च वाक् ॥ જીવો પર દયા-મૈત્રી, દાન અને મધુર વાણી - આના જેવું વશીકરણ ત્રણેય જગતમાં બીજું એકે ય નથી. ૩૪૮ * * * * * * * * * * = * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy