SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ નથી જોઈતું. બરાબરને ? તમને બીજું જ કાંઈ જોઈએ છે. તમને જે જોઈએ છે તે જ્ઞાનીની નજરે અતિ તુચ્છ છે. તુચ્છની માંગણી નહિ કરતા. ચક્રવર્તી જેવા ખુશ થાય ને ઘેર-ઘેર ભીખ માંગવા જેવી અધમ માંગણી કરશો ? આપણે ભવોભવ આવું જ કર્યું છે. જ્ઞાન અને ક્રિયારૂપી પૈડાવાળા ધ્યાનરૂપી રથમાં બેસી જાવ. ભગવાન સારથિ બનીને તમને મુક્તિપુરીમાં લઈ જશે. • બાળક નાનું છે, પણ માતાના ખોળામાં હોય તો કોઈ ભય ? આપણે નાના હતા ત્યારે ખોળામાં હતા, એટલે બચી શક્યા છીએ. નહિ તો કોઈ બિલાડી ઉપાડી જાત. ને આપણા સો એ વર્ષ ત્યારે જ પૂરા થઈ જાત ! ચાર માતાના ખોળામાં બેસી જાવ. કોઈ ભય નહિ રહે, પણ માતાના ખોળામાં તે જ જઈ શકે, જે બાળક' બને. આપણે પંડિત બનીને જઈએ છીએ... મહાન બનીને જઈએ છીએ. - ભુજથી હમણાં એક મુસ્લીમ મેજીસ્ટ્રેટ આવ્યો, એ ધ્યાન કરતો હતો, પણ જરા મૂંઝવણમાં હતો. જિજ્ઞાસુ હતો. તેણે કહ્યું : “ધ્યાન કરૂં છું.” શાનું ?' નિરંજન-નિરાકારનું, અમારી પ્રણાલિકા પ્રમાણે, ધ્યાન કરું છું.” પણ વિક્ષેપો આવે છે, માર્ગદર્શન માગવા આવ્યો છું. મારું માનશોને ? ખરેખર ધ્યાનરુચિ હોય તો સાકાર ધ્યાનથી શરૂ કરો.' શંખેશ્વર પાર્શ્વનાથનો ફોટો આપીને કહ્યું, અહીંથી શરૂ કરો. “તત્તિ' કહીને તેણે સ્વીકાર્યું. એના જીવનમાં મદ્ય-માંસ આદિનો ત્યાગ હતો જ. નવસારી - સીસોદરામાં દીક્ષા પ્રસંગ વખતે શાન્તિસ્નાત્રમાં જૈન મેજીસ્ટ્રેટ આવ્યો. જૈન હોવા છતાં અજૈનની સાધના કરે. સાંજે પાંચ વાગે આવ્યો, કહ્યું : ગીતાનો પાઠ કરૂં . કૃષ્ણને મેં ઈષ્ટદેવ બનાવ્યા છે.” મ મ મ ાં ગ ગ . * * * * * ૩૪૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy