SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આ તો ૨૫૦૦ વર્ષ પહેલાની ઘટના છે, પણ પૂજ્યશ્રીનો દેહ અંત સુધી અરિહંતના આકારમાં રહ્યો, તે તો આજની જ ઘટના છે. અરિહંતના ધ્યાનમાં જ લીન પૂજ્યશ્રીની અહંન્મયી ચેતના દેવલોકમાં જ્યાં પણ હશે, ત્યાં અરિહંત-ભક્તિમાં જ લીન હશે, એટલું તો સુનિશ્ચિત જ છે. - અમારા જવાબથી ચીમનને સંતોષ થયો. પૂજ્યશ્રીની અહંન્મયી ચેતનાને હૃદયના અનંત – અનંત વંદન ! - પૂજ્યશ્રી ભૌતિક દેહરૂપે ભલે આજે નથી, પણ ગુણ-દેહથી, શક્તિ-દેહથી અને અક્ષર-દેહથી આજે પણ વિદ્યમાન છે. 2 આ આખો ગ્રન્થ પૂજ્યશ્રીનો અક્ષર-દેહ જ છે. હવે તો આવા ગ્રન્થ જ આપણા માટે પરમ આધારભૂત છે. કારણ કે દિવ્ય વાણી વરસાવનારા પૂજ્યશ્રી હવે આપણી વચ્ચે નથી. પૂજયશ્રી વારંવાર કહેતા હતા : ભગવાન ક્યાંય ગયા નથી, તેઓ મૂર્તિ અને શાસ્ત્રોમાં છુપાયેલા છે. અહીં પણ આપણે કહી શકીએ : પૂજ્યશ્રી પણ પોતાની વાણીમાં (આવા ગ્રન્થોમાં) છપાયા છે. | જિજ્ઞાસુ આરાધકો પૂજ્યશ્રીની વાણી-ગંગામાં સ્નાન કરીને પોતાના આત્માને પાવન બનાવે, તેવી કામના સાથે - - પં. મુનિરાન્દ્રવિજય - ગણિ મુનિરાવિજય પુરાબેન જૈન ધર્મશાળા (પૂ. કલાપૂર્ણ સ્મૃતિ - સ્થળની બાજુમાં, શંખેશ્વર, જી. પાટણ (ઉ.ગુ) પિન : ૩૮૪ ૨૪૬ ફાગણ વદ ૨, વિ.સં. ૨૦૧૮
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy