SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક ભક્ત જાણે છે કે સીમંધર સ્વામી ભરતક્ષેત્રમાં આવે નહિ, આવી શકે નહિ, છતાં પ્રાર્થીએ છીએ : “શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો.” આ ખોટું ન કહેવાય. આપણો ઉપયોગ જ્યારે ભગવન્મય બન્યો ત્યારે આપણે સ્વયં ભગવાન બની ગયા. આને જ હૃદયમાં ભગવાન આવી ગયા કહેવાય. ઘડાનું ધ્યાન ધરીએ તો આપણે ઘટમય બની ગયા. આપણો ઉપયોગ ઘટમય બની ગયો. ઘટમય કે ધનમય ઘણીવાર બનયા. હવે ભગવન્મય શા માટે ન બનવું ? જ્ઞાનમાં એકાગ્રતા નથી હોતી, ધ્યાનમાં એકાગ્રતા હોય છે. એટલે જ વીરવિજયજી કહે છે : તમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો; નહિ વાર અચલસુખ સાવંતે, ઘડી દોય મળો જો એકાંતે...” માત્ર બે ઘડી ભગવાનમાં આપણો ઉપયોગ રહે તો કામ થઈ જાય ! - એમ વીરવિજયજી કહે છે. ભગવાનની ભક્તિ જેના હૃદયમાં નથી, તેના માટે ભગવાન દૂર છે. ભક્તિ છે તેના માટે ભગવાન હાજરાહજૂર છે. ગોશાળાની પાસે જ ભગવાન હતા, છતાં ભાવથી દૂર જ હતા. સુલસા દૂર હતી છતાં પણ ભક્તિથી તેના માટે ભગવાન નજીક હતા. દૂર રહેલા ભગવાનને નજીક લાવવા, હૃદયમાં પધરાવવા એનું નામ ભક્તિયોગ. એના માટે જ લાખો - અબજો રૂપિયા ખર્ચીને આ મંદિરો બંધાવ્યા છે. ભગવાન પ્રત્યે પ્રેમભાવ જાગ્યો તો બધા જ પૈસા વસૂલ ! બાકી જેનો ગાંડા નથી કે ક્રોડો રૂપિયા મંદિરોમાં લગાવે. જેનો સમૃદ્ધ છે તેનું કારણ પણ જિન-ભક્તિ અને જીવદયા છે. તમે દાનનો પ્રવાહ ચાલુ રાખો તો લક્ષ્મી આવ્યા વગર નહિ રહે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * ૦૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy