SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને ધર્માચાર્ય જીવવાનું અને જીવાડવાનું શીખવે છે. આજનો જમાનો વિચિત્ર છે. માણસ સ્વયં જીવવા માંગતો નથી, બીજાને જીવાડવા માંગતો નથી. બીજાને મારવાના પ્રયોગો આપણા જ મૃત્યુને નોતરે છે; આ જ ભવમાં પણ. મચ્છર, કીડી વગેરે મારવાની દવા ? દવા તો જીવાડે; દવા મારે ? દવા મારે તો જીવાડશે કોણ ? કીડી વગેરેને મારવાના ચોક વગેરેનો કદી ભૂલમાં પણ પ્રયોગ નહિ કરતા. સૂક્ષ્મજંતુને જે નુકશાન કરે તે કંઈક અંશે માનવીને પણ નુકશાન કરે જ. • વિશ્વાચો જ પ્રમારિપુ: | આરાધનામાંથી શ્રુત કરનાર છે : પ્રમાદ - શત્રુ. મોહનો તો જ વિજય થાય જો આપણે પ્રમાદમાં પડીએ. મદ્ય, વિષય, કષાય, નિદ્રા, નિંદા (વિકથા) આ પાંચ પ્રમાદ છે. અજ્ઞાન ૧, સંશય ૨, મિથ્યાજ્ઞાન ૩, મતિ ભ્રંશ ૪, રાગ ૫, દ્વેષ ૬, ધર્મમાં અનાદર ૭ અને યોગોમાં દુપ્રણિધાન ૮ આ આઠ પ્રમાદ ભગવતીમાં બતાવ્યા છે. બધા પ્રમાદો અજ્ઞાનમાંથી પેદા થાય છે. માટે અજ્ઞાન સૌ પ્રથમ મૂક્યો. અનંતકાળ એકેન્દ્રિયમાં કાઢ્યો છે ને ! તીવ્ર અજ્ઞાન - તીવ્ર મોહ છે ત્યાં. છીપ છે કે ચાંદી ? એ “સંશય', વિપરીત જ્ઞાન તે મિથ્યાજ્ઞાન', છીપમાં ચાંદીની બુદ્ધિ. પુદ્ગલમાં ચેતનનો ભ્રમ, આ જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, અપવિત્રમાં પવિત્ર, અચેતનમાં ચેતનબુદ્ધિ તે અવિદ્યા. શરીર અનિત્ય, અપવિત્ર, અચેતન છે છતાં આપણી બુદ્ધિ ઉલ્ટી છે. મતિભ્રંશ' - બુદ્ધિની ભ્રષ્ટતા, મિથ્યાજ્ઞાનનું આ ફળ છે. સમ્યત્વથી મિથ્યાત્વ જાય, મતિભ્રંશ પણ જાય, પણ હજુ “રાગ-દ્વેષ' ઉભા રહે. ધર્મમાં “અનાદર' પણ ઉભો રહે. મનવચન-કાયા બરાબર ન જોડાય તે પણ પ્રમાદ છે. ૨૪૪ * * * * * * * * * * *
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy